અઢી વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે છેડછાડ કરનારને પાંચ વર્ષની સખ્તકેદ
સુરતચાર વર્ષ પહેલા પાંડેસરા વિસ્તારની ઘટનામાં પોક્સો એક્ટના ગુનામાં દોષી ઃ ભોગ બનનાર રૃા.25 હજાર વળતર આપવા નિર્દેશપાંડેસરા
વિસ્તારમાં પાડોશીની અઢી વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે છેડછાડ કરવાના ગુનામાં
આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના જજે પોક્સો એક્ટની કલમ 8 ના ગુનામાં દોષી ઠેરવી
પાંચ વર્ષની સખ્તકેદ,
રૃ.5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.
ભોગ બનનારને 25 હજાર વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.પાંડેસરા
ખાતે આશાપુરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 45 વર્ષીય આરોપી ફ્રાન્સીસ અરૃણ
નાયડુના પાડોશમાં રહેતી અઢી વર્ષીય બાળકી તા.5-7-2018ના રોજ તેના રૃમમાં રમવા આવતા
ભોગ બનનાર બાળકીને પલંગ પર સુવડાવીને તેના ગુપ્તાંગમાં આંગળી નાખીને છેડછાડ કરતો
હતો.જે દરમિયાન ભોગ બનનારની ફરિયાદી માતાએ પોતાની બાળકીને શોધવા આવી ચડતાં આરોપીની
કરતુત જોઈ જતાં પોતાના પતિને આ અંગે જાણ કર્યા બાદ બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી.જેથી
પાંડેસરા પોલીસે પોક્સો એક્ટના ભંગ તથા ઈપીકો-354(એ)ના ગુનામાં આરોપી ફ્રાન્સીસ
નાયડુની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આ કેસની અંતિમ સુનાવણી બાદ એપીપી દિપેશ દવેની
રજૂઆતોને આધારે કોર્ટે આરોપીને ઈપીકો-354(એ)(1)તથા પોક્સો એક્ટની કલમ-8 હેઠળ દોષી
ઠેરવી ઉપરોક્ત હુકમ કર્યો હતો. જ્યારે બળાત્કાર તથા પોક્સો એક્ટની કલમ 4,5(એમ) 6ના ગુનામાં છોડી
મુકવાનો હુકમ કર્યો હતો.કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.25 હજાર વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.