સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પાંચ વ્યકિત કોરોના સંક્રમિત
- મેળામાં લોકો ઉમટતા કોરોના વકરે તેવી દહેશત - ધ્રાંગધ્રા, પાટડી અને વઢવાણ તાલુકામાં નવા કેસ નોંધાયા : જિલ્લામાં કુલ 15 એકિટવ કેસ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લ્માં કોરોના ધીમી ગતિએ વ્યાપ વધારી રહ્યો છે. જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને વઢવાણ તાલુકામાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાનાં શહેરી વિસ્તારમાં ૧ કેસ, ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ અને વઢવાણ તાલુકાના શહેરી વિસ્તારમાં ૩ કેસ મળીને કુલ ૫ પોઝિટિવ કેસ ગઈકાલે નોંધાયા હતા. જ્યારે બે દર્દીને રજા આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ૧૫ એક્ટિવ કેસ છે જેમાં વઢવાણ તાલુકામાં ૧૨, ધ્રાંગધ્રા તાલુકામાં ૨ અને પાટડી તાલુકામાં ૧ એક્ટિવ કેસ છે. ગઈકાલે સાંજ સુધીમાં ૭૬ આર.ટી.પી.સી.આર., ૩ એન્ટીજન મળીને કુલ ૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જિલ્લામાં ધીમી ગતિે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, ખાસ કરીને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકોમેળામાં માનવ મહેરામણ ઉમટતા આગામી દિવસોમાં કોરોના સંક્રમણની રફતાર વધે તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.