મહેસાણામાં ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું, જમણવાર અલગ રાખતા બેનરો સાથે વિરોધ - At This Time

મહેસાણામાં ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું, જમણવાર અલગ રાખતા બેનરો સાથે વિરોધ


મહેસાણામાં ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું, જમણવાર અલગ રાખતા બેનરો સાથે વિરોધ
જાતિવાદી માનસિકતાનો મહેસાણાના ભટારીયામાં 120 દલિત પરિવારે અનોખી રીતે વિરોધ કરતા હોબાળો મચ્યો છે. ગામમાં યોજાઈ રહેલા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 120 દલિત પરિવારનું રસોડું અને જમણવાર અલગ રાખવાના નિર્ણયને કારણે ગામના દલિત પરિવારોએ બેનર લગાવી જાતિવાદી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો છે. દલિત પરિવારોના આ વિરોધને કારણે સમગ્ર મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ નિવેદન નોંધ્યા હતા. જોટાણા તાલુકાના ભટારીયા ગામના નવનિર્મિત મંદિરમાં છેલ્લા બે દિવસ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે પરંતુ આ મહોત્સવ ગામના દલિત પરિવારો એ ગ્રામ પંચાયત આગળ દર્શાવેલ બેનરને કારણે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામના લોકોનો જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક માત્ર દલિત પરિવાર ના લોકોને અલગ જગ્યાએ જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કારણે સમગ્ર ગામના દલિત પરિવારે એકઠા થઇ જાતિવાદનો વિરોધ કરતા બેનરો સાથે પ્રદર્શન કર્યું.
મહિલા સરપંચ પણ ખુલીને વિરોધમાં આવી ગયા. મહત્વપૂર્ણ છે કે, આ ગામમાં સરપંચ પદની જગ્યા અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે. આ કારણે ગામમાં સરપંચ પદે દલિત સમાજના મહિલા ચૂંટાયેલા છે. આમ છતાં ગામમાં દલિત સમાજ સાથે આ પ્રકારે ભેદભાવ થતા મહિલા સરપંચ પણ ખુલીને વિરોધમાં આવી ગયા છે.તો દલિત સમાજના અન્ય લોકોનો આક્ષેપ છે કે ગામમાં મંદિરમાં દલિત સમાજના લોકોને પ્રવેશ નથી કરવા દેવાતો. તો વાળંદ પણ દલિત સમાજના લોકોના હેર કટ નથી કરતા. તો સામે પક્ષે પાટીદાર અગ્રણીએ આ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સરપંચ અને દલિત સમાજના સભ્યોએ કહી આ વાત. વિરોધ મામલે કિંજલ વાઘેલાએ કહ્યું હતું કે, મંદિરમાં પ્રતિષ્ઠા હોવાથી જમણવાર અલગ રખાયો છે. મંજિરમાં દર્શન કરવાની પણ મનાઈ છે. વિદ્યાબેન પરમારે કહ્યું કે, પ્રાણપ્રતિષ્ઠામાં જમણવાર અલગ રાખવા માટે કહ્યું અને આમંત્રણ આપ્યું જેથી અમે ના પાડી દીધી. સરપંચ એ પ્રથમ નાગરીક ગામમાં હોય છે. જેથી સરપંચ તરીકે મારો અને સમાજનો બહિષ્કાર કરી અલગ જમણવાર કરે તે યોગ્ય ના સમજતા અમે ના પાડી દીધી હતી.
શું કહે છે ગામના અગ્રણી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કમિટીના સભ્ય નટુભાઈ પટેલે જણાવ્યું કે, મહોત્સવ પાટીદાર સમાજ દ્વારા ઊજવાયો હતો. ગામનો કોઈ પ્રસંગ નથી. જેથી કોઈ સમાજનો બહિષ્કાર કર્યો હોય એ વાત તદન ખોટી છે. પાટીદાર સમાજે પ્રસંગ કર્યો હોઇ યજ્ઞ માટે પાટલાની ઉછામણી કરાઇ હતી અને યજ્ઞના યજમાનોને પોતાની રીતે જમણવારમાં આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈ સમાજનો અલગ જમણવાર રાખ્યો નથી અને ગામમાં કોઈ સમાજ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી.અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક જે.પી. સોલંકીએ જણાવ્યું કે, દલિત અને પાટીદાર બંને સમાજ સાથે અમે મિટિંગ કરી હતી. જેમાં પાટીદાર સમાજ સાથે બેસીને જમવાની તૈયારી બતાવી હતી અને દલિત સમાજ પોતાના આગેવાનોને વાત કરી નિર્ણય કરશે તેવું જણાવ્યું હતું. ગામનું વાતાવરણ જળવાઈ રહે તે માટે બંને સમાજના આગેવાનોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. મંગળવારે પણ બંને સમાજના આગેવાનોને મળી ગામમાં સારું વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરીશું.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.