18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી:નવા સાંસદો લેશે શપથ... સ્પીકરની પસંદગી પર સૌની નજર - At This Time

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી:નવા સાંસદો લેશે શપથ… સ્પીકરની પસંદગી પર સૌની નજર


કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. 9 દિવસના વિશેષ સત્ર દરમિયાન, લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે, અને સંસદના નવા સભ્યો (સાંસદ) શપથ લેશે. આ દરમિયાન, રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે. નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે, લોકસભાના અધ્યક્ષની પસંદગી કરાશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. તેઓ આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમના મંત્રી પરિષદનો પરિચય કરાવે તેવી અપેક્ષા છે. સત્રના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે અને લોકસભાના અધ્યક્ષની પસંદગી કરાશે. 2014 પછી આ પહેલું સંસદ સત્ર છે, જેમાં ભાજપ ઓછી તાકાત સાથે સત્તામાં પરત ફર્યું છે. પાર્ટી નાની હોય કે મોટી દરેકની પોતાની ભૂમિકા હોય છે- રિજિજુ
કિરેન રિજિજુએ એક પોસ્ટમાં જણાવ્યું હતું 18મી લોકસભાનું પ્રથમ સત્ર નવા સાંસદોની શપથ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું અભિભાષણ અને તેના પર ચર્ચા માટે 24/6/24 થી 3/7/24 સુધી બોલાવવામાં આવી રહ્યું છે.તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું- લોકોના આદેશનું પાલન કરવું પડશે. જેમને શાસન કરવાનો જનાદેશ મળ્યો છે, તેઓએ શાસન કરવું પડશે અને વિપક્ષમાં બેઠેલાઓએ પણ રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવી જોઈએ. પાર્ટી નાની હોય કે મોટી દરેકની પોતાની ભૂમિકા હોય છે. આગામી સંસદ સત્ર તોફાની બને તેવી પૂરી સંભાવના છે
વિપક્ષ પાસે દાયકાઓ બાદ 230થી વધુ સભ્યોની સૌથી મોટી તાકાત છે, અને લોકસભામાં 99 સાંસદો ધરાવતી કોંગ્રેસ પહેલાથી જ શેરબજાર કૌભાંડ અને NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓનો આરોપ લગાવીને સરકાર પર હુમલો કરી રહી છે. જેના કારણે આગામી સંસદ સત્ર તોફાની બને તેવી પૂરી સંભાવના છે. જણાવીએ કે ગઈ લોકસભામાં ભાજપ પાસે 303 સાંસદ હતા, પરંતુ આ વખતે આ સંખ્યા 240 છે. સાથીપક્ષોની મદદથી આંકડો 293 પર પહોંચી ગયો છે. સંસદનું આગામી સત્ર ગતિશીલ રહેશે
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, 'દરેક સાંસદ મહત્વપૂર્ણ છે. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ દરેક પક્ષને તેના અધિકાર મળશે. સરકાર અને વિપક્ષની ભૂમિકા અલગ છે. પરંતુ ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિતમાં કામ કરવાનો છે. હું આશા રાખું છું કે સંસદનું આગામી સત્ર સરળ અને ગતિશીલ રહેશે. કામકાજને સુનિશ્ચિત કરવા માટે દરેક વ્યક્તિ રચનાત્મક અભિગમ અપનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.