20 વર્ષના યુવકે ટ્રમ્પ પર ગોળીબાર કર્યો:120 મીટર દૂરથી AR-15 રાઇફલથી અંધાધૂધ ફાયરિંગ કર્યું, સીક્રેટ સર્વિસના જવાનોને હુમલાની સહેજપણ ગંધ ના આપી
પેન્સિલ્વેનિયાના બટલરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી દરમિયાન ગોળીબારની ઘટના થી, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને વીંધીને પસાર થઈ. અમેરિકી તપાસ એજન્સીઓ આ હુમલાને ટ્રમ્પની હત્યાની કોશિશ તરીકે જોઈ રહી છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત યૂએસ સીક્રેટ સર્વિસના એજન્ટ્સે હુમલાખોરને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતાર્યો. હુમલાખોરની ઓળખ બેથેલ પાર્ક, પેન્સિલ્વેનિયાના રહેવાસી થોમસ મૈન્યૂ ક્રુક્સ તરીકે થઈ છે, જે એક 20 વર્ષનો યુવક હતો. બેથેલ પાર્ક બટલરથી લગભગ 400 ફૂટ દક્ષિણમાં સ્થિત છે. ઘટનાસ્થળથી એક AR-15 સેમી-ઓટોમેટિક રાઇફલ મળી આવી છે. શક્યતા છે કે આ હથિયારથી જ યુવકે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યા અને ફાયરિંગ કર્યું. યૂએસ સીક્રેટ સર્વિસની કાર્યવાહીમાં હુમલાખોરના માથામાં ગોળી વાગી અને તે ઘટનાસ્થળે જ ઠાર થઈ ગયો. ટ્રમ્પ જે મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા, બંદૂકધારી ત્યાંથી લગભગ 120 મીટર દૂર એક મેન્યુફેક્ચરિંગ કંપનીની છત પર ઊભો હતો. તેણે ત્યાંથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને ગોળીબાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પની રેલી ઓપન-એર કેમ્પેન બટલર ફાર્મ શો ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્થાન એટલું ખુલ્લું હતું કે સ્નાઇપરને નિશાન સાધવામાં કોઈ પરેશાની થઈ નહીં. તે પોતાના સ્થાનથી પૂર્વ રાષ્ટ્રપતિને કોઈપણ અડચણ વિના જોવામાં સક્ષમ હતો. ટ્રમ્પ જ્યાં ઊભા રહીને સ્પીચ આપી રહ્યા હતા ઠીક તેની પાછળ એક અન્ય સ્ટ્રક્ચર (કોઈ કંપનીનું ગોડાઉન જેવું) હતું, જેના ઉપર યૂએસ સીક્રેટ સર્વિસની કાઉન્ટર સ્નાઇપર ટીમ તૈનાત હતો. હુમલાખોરે ફાયરિંગ કર્યું ને તરત જ કાઉન્ટર-સ્નાઇપર ટીમ એક્ટિવ થઈ ગઈ અને લગભગ 200 મીટર દૂરથી જવાબી કાર્યવાહી કરતા તેમણે હુમલાખોરને મોતને ઘાટ ઉતાર્યો. જે બિલ્ડિંગમાં હુમલાખોરનું શબ મળી આવ્યું, તે એજીઆર ઇન્ટરનેશનલ કંપનીની છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થતાં જ સીક્રેટ સર્વિસના જવાનોએ તાત્કાલિક તેમની તરફ દોટ મુકી અને તેમને ચારેય બાજુથી કવર કર્યા. પછી ટ્રમ્પ ઉભા થયા અને પોતાના સમર્થકો તરફ મુઠ્ઠી વાળી જોશ બતાવ્યો. સીક્રેટ સર્વિસના જવાનોએ તેમને સલામત રીતે ગાડી સુધી પહોંચાડ્યા, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. કાન પર થયેલી ઈજાની પ્રાથમિક સારવાર કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. યૂએસ સીક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મીના જણાવ્યા પ્રમાણે હુમલામાં રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીક્રેટ સર્વિસે એફબીઆઈને આ વિશે સૂચના આપી દીધી છે. આ આશ્ચર્યજનક ઘટના મિલ્વૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનની શરૂઆતથી બે દિવસ પહેલાં થઈ, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ ઓફિશિયલ રીતે પાર્ટીના ઉમેદવાર બનશે. પોતાના સમર્થકોને એક સંદેશમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે આ હુમલાથી પ્રભાવિત થયા વિના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાનું કેમ્પેઇન ચાલું રાખશે. ટ્રમ્પે કહ્યું- ભલે જે થાય એ, હું સરેન્ડર કરીશ નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.