આંધ્રપ્રદેશમાં ફાર્મા ફેક્ટરીમાં આગ, 17ના મોત:36 લોકોની સારવાર ચાલુ; CM નાયડુ ઘટના સ્થળની મુલાકાત લેશે, મૃતકોના પરિવારજનોને અને ઘાયલોને મળશે
આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં બુધવારે (21 ઓગસ્ટ) બપોરે લગભગ 2.15 વાગ્યે એક ફાર્મા કંપનીમાં આગ લાગી હતી. આગમાં 18 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. મોડી રાત્રે પ્રશાસને 17 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. જ્યારે 36 લોકો ઘાયલ થયા છે. દરેકને જિલ્લાની એનટીઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અચ્યુતાપુરમ SEZ ખાતે ફાર્મા કંપની એસ્કિએંટિયા (Ascientia)ના પ્લાન્ટમાં બની હતી. નજરેજાનારેએ જણાવ્યું કે, પહેલા કંપનીના રિએક્ટર પાસે આગ જોવા મળી, પછી જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે બિલ્ડીંગના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. લોકોએ જણાવ્યું હતું કે ઘાયલોની સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે કંપનીમાં 381થી વધુ કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરે છે. ઘટના સમયે મોટાભાગના કર્મચારીઓ જમવા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે લીકેજ થયું અને આગ લાગી ત્યારે સોલવન્ટ ઓઈલને પહેલા માળેથી બીજા માળ સુધી પમ્પ કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે 500 કિલોલિટરના કેપેસિટર રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટનાની 3 તસવીરો... CM ચંદ્રબાબુ નાયડુ આજે ઘટના સ્થળની મુલાકાત લેશે
CM ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. જો ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારી બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. CMએ ઘાયલોને જરૂર પડ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. આરોગ્ય સચિવને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. સીએમ પોતે આજે ફેક્ટરીની મુલાકાત લેશે. તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને ઘાયલોને જોવા હોસ્પિટલ પણ જશે. તેમજ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે અધિકારીઓને ફેક્ટરીઓમાં સેફ્ટી ઓડિટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમજ સલામતીના ધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. બીજી તરફ તેમના સ્વજનોને શોધી રહેલા લોકોએ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ તેમને સાચી માહિતી આપી નથી. ફેક્ટરીને 5 વર્ષ વીતી ગયા છે
કમિકલ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈંગ્રીડિએંટ્સ (API)ની ઉત્પાદક એસિએંટિયા એડવાન્સ સાઈંસેઝ (Ascientia Advanced Sciences)એ આ ફેક્ટરી રૂ. 200 કરોડના રોકાણ સાથે શરૂ કરી હતી. તેનું પ્રોડક્શન એપ્રિલ 2019માં શરૂ થયું હતું. આ સમાચાર પણ વાંચો... થાણેની કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 9ના મોત: 60 ઘાયલ; વિસ્ફોટનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાયો હતો 23 મેના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9ના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 6 પુરૂષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહ એટલા સળગી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી ન હતી. આ ફેક્ટરી મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે MIDC ફેઝ-2ના કેમ્પસમાં આવેલી છે. તેલંગાણાની ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 5ના મોત, વિસ્ફોટ સમયે બિલ્ડિંગમાં 50 લોકો હતા આ વર્ષે એપ્રિલમાં તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 10 ઘાયલ થયા હતા. વિસ્ફોટના સમયે બિલ્ડિંગમાં 50 લોકો હતા જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનું નામ એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.