વાઘોડિયાના અણખોલ ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ - At This Time

વાઘોડિયાના અણખોલ ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ


વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા નજીક વાઘોડિયા ખાતે ગઈ મોડી સાંજે એક ગોડાઉનની રૂમમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા પતરા ઉડ્યા હતા.વાઘોડિયાના અણખોલ ગામ પાસે આવેલા સર્વોદય એસ્ટેટના સ્ક્રેપ ના ગોડાઉન પાસેની એક રૂમમાં રહેતા શ્રમજીવી ગઈ મોડી સાંજે રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર લીકેજ થયો હતો.ગભરાયેલા શ્રમજીવી પરિવાર સાથે બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ થોડી જ વારમાં આગ ભભૂકી ઊઠી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં શેડના પતરા ઉડી ગયા હતા. ફાયર બ્રિગેડ આગ કાબુમાં લઇ ગોડાઉન બચાવી લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.