જામનગરના દિવ્યાંગને ફડાકા વાળી કરવાના મામલે ટ્રાફિક બ્રિગેડના જવાન સામે ગુનો નોંધાયો
- ટ્રાફિકબ્રિગેડના જવાન દ્વારા પણ દિવ્યાંગ સામે ગાળો ભાંડી ધાકધમકીની વળતી ફરિયાદ નોંધાવીજામનગર તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરના નાગનાથ ગેઇટ સર્કલ પાસે ગઈકાલે ટ્રાફિક બ્રિગેડના એક જવાને દિવ્યાંગને ફડાકા વાળી કરી દીધા પછી મામલો ગરમાયો હતો, જે બનાવને લઈને લોકોમાં આક્રોશ ફેલાયા પછી આખરે દિવ્યાંગની ફરિયાદના આધારે ટ્રાફિકબ્રિગેડના જવાન સામે ગુનો દાખલ કરાયો છે, જ્યારે ટ્રાફિક જવાન દ્વારા પણ વળતી ફરિયાદ નોંધાવાઇ છે. જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા આનંદ ભરતભાઈ પરમાર નામના ૨૨ વર્ષના દિવ્યાંગ યુવાને ટ્રાફિક જામ થવાના પ્રશ્ને પોતાની સાથે બબાલ કર્યા પછી દશરથસિંહ વાઢેર નામના ટ્રાફિકબ્રિગેડના જવાને પોતાના ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસંધાને ટ્રાફિક બ્રિગેડનાજવાન દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે પોતાને ગાળો ભાંડી ધાકધમકી આપવા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ એન.પરમાર વધુ તપાસ ચલાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.