ક્રિપ્ટો કરન્સીના નામે 5 કરોડની ઠગાઈ: અમદાવાદ અને વડોદરાના બે ભેજાબાજ વિરુદ્ધ ગુનો
વડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારક્રિપ્ટો કરન્સીના નામે રૂ.5 કરોડની માતબર રકમની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિપ્ટો કરન્સીના નામે અનેક છેતરપિંડીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. ક્રિપ્ટો કરન્સીની લાલચમાં 5 કરોડ ગુમાવનાર યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ભેજબાજો વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે વડોદરાના તથા અમદાવાદના બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે વર્ષ 2017-18 દરમિયાન છેતરપિંડીની ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ તરફથી સત્તાવાર માહિતી જાણવા મળી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.