અંતે દરખાસ્તને મંજુરી અપાઈ, અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં આઉટ સોર્સિંગથી કલાર્ક-કેસરાઈટરની ભરતી થશે
અમદાવાદ,શનિવાર,16
જૂલાઈ,2022 અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં શહેરના
વિવિધ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સો
જુનિયર કલાર્ક તથા સો કેસ રાઈટરની જગ્યા આઉટ સોર્સિંગથી ભરતી કરવાના નામે બે વર્ષ
માટે આઉટ સોર્સિંગ એજન્સીને કોન્ટ્રાકટ પેટે ૭.૪૪ કરોડની રકમ સાથેનો વર્ક ઓર્ડર
આપવા મ્યુનિ.તંત્રમાં પેપરલેસ કામગીરીની ગુલબાંગ વચ્ચે અંતે આ દરખાસ્તને બહાલી
અપાઈ છે.અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો એક તરફ કોર્પોરેશનની તમામ
સેવાઓને ઓનલાઈન કરવાની તેમજ ટેકસ વિભાગ સહિતના અન્ય વિભાગોની કામગીરી ડીજીટલ
ઈન્ડિયાના થીમ હેઠળ ઓનલાઈન કરવાની જાહેરાત કરી રહ્યા છે.આ પરિસ્થિતિની વચ્ચે હેલ્થ
કમિટીની મળેલી બેઠકમાં એક વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.હાલમાં સાત
ઝોનમાં ૮૧ અર્બન હેલ્થ સેન્ટર અને નવ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરીજનોને
પુરી પડાતી આરોગ્ય વિષયક સેવાઓ માટે કાર્યરત છે.આગામી સમયમાં શહેરમાં કુલ સો અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર
અને બાર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કાર્યરત કરવાના હોવાનું કારણ દર્શાવી સો
અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે રાજય સરકાર તરફથી વિવિધ સંવર્ગની ૫૪૮ જગ્યા
મંજુર કરવામાં આવી હોવાનું કહેવાયુ છે.આ પૈકી ૧૦૮ જગ્યા કરાર આધારીત તથા ૪૪૦ જગ્યા
આઉટ સોર્સિંગથી ભરવા એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે.સો જુનિયર કલાર્કની જગ્યા
માટે ૧૯૯૫૦ અને સો કેસ રાઈટરની જગ્યા માટે ૧૩ હજાર લેખે જગ્યા ભરવા વર્કઓર્ડર
આપવામાં આવ્યો છે.ટેન્ડર પ્રક્રીયા દરમિયાન ત્રણ એજન્સીઓ લોએસ્ટ વનમાં હતી.પાણીજન્ય રોગચાળો ના વકરે એ માટે અધિકારીઓને સુચના અપાઈહાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં
પ્રદૂષિત પાણીને લઈ પાણીજન્ય એવા ઝાડા-ઉલટી સહિતના રોગના કેસ સતત વધી રહ્યા
છે.હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે આપેલી પ્રતિક્રીયા મુજબ,પાણીજન્ય રોગને
નિયંત્રણમાં રાખવા જરુરી એવી તમામ કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સુચના અપાઈ
છે.મચ્છરજન્ય રોગને અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી કરવા વોર્ડના કોર્પોરેટરોને
સાથે રાખવા તેમજ વિવિધ રોડની સફાઈ સારી રીતે થાય એ માટે પણ સુચના આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.