ધોલેરા તાલુકાના કાસીન્દ્રા ગામે પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ. - At This Time

ધોલેરા તાલુકાના કાસીન્દ્રા ગામે પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ.


ધોલેરા તાલુકાના કાસીન્દ્રા ગામે પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ.

આજ રોજ તા. 28 જુલાઈ 2024 ના રોજ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે ધોલેરા તાલુકાના કાસિન્દ્રા મુકામે આત્મા પ્રોજેકટ અમદાવાદ, ખેતીવાડી ખાતા, બાગાયત ખાતા તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી ની શિબિર/તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કુલ 100 જેટલા ખેડૂત ભાઈ બહેનો ને તાલીમ આપવામાં આવેલ હતી.

વન વિભાગના અધિકારી શ્રી આર જે વાઘેલા દ્વારા હાજર ખેડૂતો તેમજ ગ્રામજનો માટે જુદા જુદા પાકના કુલ 500 રોપાનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના જુદા જુદા ક્લસ્ટર ના ફારમર માસ્ટર ટ્રેનરો(કરસનભાઈ ચૌહાણ,રાજુભાઇ ખાંટ, બહાદૂરભાઈ રાઠોડ,દિનેશભાઈ જાદવ, પાયલબેન ચુડાસમા) પણ હાજર રહી ખેડૂતોનો ઉત્સાહ વધારી પોતાના પ્રાકૃતિક ખેતી ના અનુભવો વિશે હાજર ખેડૂતો તથા મહાનુભાવો ને જાણકારી આપી.

કાસિંદ્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂત તથા ફારમર માસ્ટર ટ્રેનર શ્રી દિનેશભાઈ જાદવ તથા આત્મા ધોલેરા એટીએમ શ્રી પ્રવીણ વાંટીયા દ્વારા ગ્રામ્ય કક્ષાએ પણ તાલુકા કક્ષા જેવું સરસ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ મહેનત કરી તમામ વ્યવસ્થા કરેલ હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં ધંધુકા એપીએમસી ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા તથા ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજુભાઇ વસાણી ની પ્રેરક ઉપસ્થિતિ તથા પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ વિશેના લાગણીશીલ વક્તવ્ય નો લાભ તમામ ખેડૂતો તથા સમગ્ર તાલુકા પ્રાકૃતિક કૃષિ મંડળ ના અધિકારી/ કર્મચારીઓને મળ્યો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યક્રમ માં પધારેલ તમામ પદાધિકારી શ્રીઓ તથા અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા છોડ રોપી વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ૨૦૨૪ કાર્યક્રમની યાદગાર ક્ષણોમાં પરિવર્તિત કરી ઉજવણી કરવામાં આવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.