લગ્ન માટે કાલે છેલ્લું મુહૂર્ત, ત્યારબાદ 135 દિવસ સુધી રાહ જોવી પડશે, દિવાળી બાદ 20 નવેમ્બરથી ફરી લગ્ન સિઝન
10 જુલાઈએ દેવપોઢી એકાદશીથી દેવતાઓ પોઢી જશે તેથી લગ્નો નહીં થાય
અષાઢ સુદ નોમને તારીખ 8 જુલાઈને શુક્રવારે લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત છે. આ ઉપરાંત તારીખ 10મી જુલાઈના દિવસે દેવપોઢી એકાદશી છે આ દિવસથી દેવતાઓ પોઢી જાય છે તેથી પંચાંગના નિયમ પ્રમાણે લગ્ન થઇ શકતા નથી. ત્યારબાદ લગ્ન માટે લોકોએ 135 દિવસ રાહ જોવી પડશે. દિવાળી બાદ નવા વિક્રમ સંવતમાં 4 નવેમ્બરના દિવસે દેવઊઠી એકાદશીના દિવસે દેવતાઓ જાગશે અને ફરી લગ્નની સિઝન ખીલશે. દિવાળી બાદ નવેમ્બર માસમાં 20 તારીખથી લગ્ન માટેના સારા મુહૂર્તની શરૂઆત થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.