હાથીખાનામાં ભાભી અને નણંદ વચ્ચે મારામારી - At This Time

હાથીખાનામાં ભાભી અને નણંદ વચ્ચે મારામારી


વડોદરા,હાથીખાના ઇમામવાડામાં રહેતી મહિલાને તેની ભાભી સાથે તકરાર થતા મારામારી થઇ  હતી.જે અંગે બંને  પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.હાથીખાના ઇમામવાડાની પાસે રહેતા ફેમિદાબેન ઇમ્તિયાઝભાઇ મલેકે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા  પતિ, ભાઇ સાજીદખાન, મમ્મી તથા પુત્રી સાથે રહું છું.મારા પતિ રીક્ષા ચલાવે છે.ગત તા.૮ મી એ સાંજે સાડા છ વાગ્યે હું મારા ઘરે હતી.તે સમયે મારી ભાભી માહેનૂર (રહે.ફતેપુરા) ના બે છોકરાઓ સાથે અમારી સાથે રહેતા હોઇ તેઓને મળવા આવ્યા હતા.તેણે જૂના ઝઘડાની અદાવત  રાખી ઝઘડો કર્યો હતો.અને ગંદી ગાળો બોલવા લાગી હતી.તેની સાથે આવેલી તેની માતા શાહેદાબાનુએ  મને માર માર્યો હતો.મારી છોકરી વચ્ચે પડતા તેેને પણ ઇજા થઇ હતી.મેં બૂમાબૂમ કરતા મારો ભાઇ આવી ગયો હતો.અને તેણે મને છોડાવી હતી.લોકો ભેગા થઇ  જતા હુમલાખોરો ભાગી ગયા હતા.જ્યારે સામા પક્ષે માહેનૂર પઠાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા છોકરાઓ સાસરીમાં રહેતા હોવાથી હું તેઓને મળવા ગઇ હતી.પરંતુ,મારી નણંદ ફેમિદાએ મને મળવા દીધી નહતી.અને મારી સાથે ઝપાઝપી કરી  હતી.સિટિ પોલીસે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.