રાજકોટ મનપા સંચાલિત શાળાનં-92ના પ્રિન્સિપાલનો તરખાટ! આંગણવાડીના ૩ વર્ષના બાળકને માર માર્યાનો આક્ષેપ - At This Time

રાજકોટ મનપા સંચાલિત શાળાનં-92ના પ્રિન્સિપાલનો તરખાટ! આંગણવાડીના ૩ વર્ષના બાળકને માર માર્યાનો આક્ષેપ


રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શાળા નં-92ના પંટાગણમાં આંગણવાડી આવેલી છે. જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શાળાના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠા બેને આંગણવાડી ખાલી કરવા રજૂઆત કરી છે. આંગણવાડીના વાલી અને આશા વર્કરને ધમકાવવામાં આવે છે. 3 વર્ષના બાળકને ફૂલ તોડવા બાબતે પ્રિન્સિપાલે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે શાસનાધિકારીને રજૂઆત કરવામાં આવશે. તપાસ કમીટી રચીને ૨ દિવસમા પ્રિન્સિપાલ પર પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image