RTI એક્ટિવિસ્ટ સુખડીયા ને જાન થી મારી નાખવાની પૂર્વ સાંસદ દ્વારા ધમકી મળી હોવા ની અમરેલી રૂરલ પોલીસ માં લેખિત ફરિયાદ - At This Time

RTI એક્ટિવિસ્ટ સુખડીયા ને જાન થી મારી નાખવાની પૂર્વ સાંસદ દ્વારા ધમકી મળી હોવા ની અમરેલી રૂરલ પોલીસ માં લેખિત ફરિયાદ


RTI એક્ટિવિસ્ટ સુખડીયા ને જાન થી મારી નાખવાની પૂર્વ સાંસદ દ્વારા ધમકી મળી હોવા ની અમરેલી રૂરલ પોલીસ માં લેખિત ફરિયાદ

અમરેલી જાણીતા RTI એક્ટિવિસ્ટ સુખડીયા ને જાન થી મારી નાખવા ની પૂર્વ સાંસદ કાછડીયા દ્વારા ધમકી મળી હોવા ની પી.આઇ રૂરલ પોલીસ સ્ટેશન અમરેલી સમક્ષ નાથાલાલ સુખડીયા ની લેખિત ફરિયાદ મને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરતા સુખડીયા એ જણાવવાનું કે હું નાથાલાલ વલ્લભભાઈ સુખડિયા ઉંમર વર્ષ ૫૦, રહેવાસી દેવભૂમિ દેવળીયા તાલુકો જીલ્લો અમરેલી હું એક સામાજિક કાર્યકર છું અને અને મારી પત્ની ભાવના નાથાલાલ સુખડિયા દેવભૂમિ દેવળીયા ગામના સરપંચ શ્રી તરીકે છે આજરોજ મને ૧૦-૫૦ કલાકે સવારના મારા ભાણેજ ચેતનભાઈ દિનેશભાઈ ધાનાણી રહેવાસી લાલાવદર તાલુકો જીલ્લો અમરેલી ના ફોન નંબર 94 2 92 76 310 ના મને ફોન આવેલ કે મને નારણ કાછડીયા પૂર્વ સાંસદએ whatsapp કોલ નંબર 9013180182 ઉપરથી આજ રોજ તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૪૮ મિનિટે ફોન કરીને એવું કહેલ છે કે તારા મામા નાથાલાલ સુખડિયા ને સમજાવી દેજે મારી બાબતેની ગૌચર દબાણ બિનખેતી જમીન બાબતનું પ્રકરણ અને ગેરકાયદેસર ખનન અને રોડના કૌભાંડ અંગેની તેણે facebook ઉપર પોસ્ટ મૂકી નામદાર હાઇકોર્ટમાં જવાની વાત કરી છે અને સમજાવી દેજે નહિતર હવે હું સંસદ સભ્ય નથી અને એના હું જાહેરમાં ટાટીયા ભાંગી નાખીશ એને કહેજે અમરેલીની બજારમાં મને સામુ ન મળે એવું જણાવતા મારા ભાણેજ ચેતનભાઇએ મને ફોન કરી અને આ હકીકત મને જણાવતા હું આજરોજ આપ સાહેબ શ્રી સમક્ષ આ લેખિત ફરિયાદ આપું છું કે મને આ વ્યક્તિ રાજકીય હોય અને અગાઉ પણ ગુનાહિત કૃત્ય કરવા ટેવાયેલ હોય તો ગમે ત્યારે મને કે મારા પરિવારને તેઓ દ્વારા જાનમાલ મિલકતને નુકસાન થાય તો તે અંગેની આ ફરિયાદ મારી યોગ્ય તપાસ કરી દાખલ કરવા મારી આપ સાહેબ શ્રી ને વિનંતી.આ સાથે જે કોલ આવેલ છે તેની કોપી રજુ રાખેલ છે.તેમ સુખડીયા એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.