વિજયનગર ત્રણ રસ્તા ખાદ્ય પદાર્થો કાગળમાં પધરાવી દેતા વેપારીઓ ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે છતાં તંત્ર મૌન !
વિજયનગર ત્રણ રસ્તા ખાદ્ય પદાર્થો કાગળમાં પધરાવી દેતાં વેપારીઓ ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે, છતાં તંત્ર મૌન!
ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર વિજયનગર ત્રણ રસ્તા ની
હોટલો દુકાનો તેમજ હાટડીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થો કાગળ ઉપર ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યા છે. જેને લઈને કાગળ પ્રિન્ટિંગમાં વપરાતી કેમિકલ યુક્ત શ્યાહી ખાદ્ય પદાર્થોમાં ચૉટી જતા ગ્રાહકો તે શ્યાહી પણ - આરોગી જતા હોઈ તેમના આરોગ્ય ૨ સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અમુક હોટેલ અને લોજમાં પાણીથી ધોયા પછીના થાળી- વાટકા સહિતના વાસણો સાફ કરવા માટે પણ ગ્રાહકોને કાગળો આપી દેવાય છે. જેની શ્યાહી ચોટેલા વાસણોમાં જ ગ્રાહકો જાણતા અજાણતા ભોજન આરોગી લે છે. અને ગરમ ગરમ દાળ પ્લાસ્ટિકની થેલી મા પધરાવાય છે આ દ્રશ્યો ગામ આખાની નજરે ચઢે છે. પરંતુ જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગના અધિકારીઓની આંખે નથી ચઢતું એ આશ્ર્ચર્યજનક દેખાઈ રહ્યું છે
વિજયનગર ત્રણ રસ્તાની મોટાભાગના વિસ્તારોમાં આવેલી નાસ્તાની દુકાનો તેમજ લારીઓ ઉપર વેચાતા ગાંઠીયા, બટાકા ચિપ્સ, ચટણી, થેપલાં, ભજીયા સહિતના નાસ્તા વેપારીઓ દ્વારા ગ્રાહકોને કાગળમાં પીરસવામાં આવે છે. જે નાસ્તા ઉપર કાગળ પર રહેલી કેમિકલ યુક્ત પ્રિન્ટિંગ શ્યાહી ચોંટી જાય છે. નાસ્તો આરોગતા ગ્રાહકો નાસ્તાની સાથોસાથ કેમિકલ યુક્ત શ્યાહી પણ પેટમાં પધરાવીને પોતાના જ આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહ્યા છે. જોકે, નાસ્તો આરોગવો ગ્રાહકોની મજબૂરી હોઈ શકે. પરંતુ જે કાગળ પર ખાદ્ય પદાર્થો પીરસવામાં આવે છે તે વેપારીઓની ગુનાહિત કહી શકાય તેવી પ્રવૃત્તિ ગ્રાહકોને કેન્સર સહિતના જીવને જોખમ ઊભું કરનારી બીમારીમાં ધકેલી શકે છે. તે બાબત જગ જાહેર હોવા છતાં વિજયનગર ત્રણ રસ્તા નાસ્તા સહિતના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ ખોરાક અને ઔષધ નિયમનના કાયદાનું સરેઆમ ચીરહરણ કરી રહ્યા હોય તેવી છાપ ઉપસેલી દેખાઈ રહી છે.
થોડા સમય પૂર્વે જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલેકે FSSAIએ જણાવ્યું હતું કે, કાગળ પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવાતી શ્યાહીમાં અનેક ખતરનાક કેમિકલ્સ હોય છે, જે શરીરમાં પ્રવેશતા જ ગંભીર અસર શરૂ કરે છે. લાંબા સમય સુધી ખાવા પીવાની વસ્તુઓ માટે કાગળનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો વધી જાય છે. તેલમાં તળેલી વસ્તુઓને કાગળમાં રાખી ખાવાથી શ્યાહીના કેમિકલ્સ ખોરાકમાં ચૉટી જાય છે અને ખાવાની સાથે જ તે શરીરમાં અંદર પ્રવેશે છે. તેનાથી પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.