બોટાદમાં નગરપાલિકા બિલ્ડિંગ જ ફાયર સેફ્ટીનો અભાવ? જાગૃત નાગરિક દ્વારા અંગૂલી નિર્દેશ: તંત્ર દ્વારા આંખ આડા કાન?કે પછી ધ્યાન બહાર? - At This Time

બોટાદમાં નગરપાલિકા બિલ્ડિંગ જ ફાયર સેફ્ટીનો અભાવ? જાગૃત નાગરિક દ્વારા અંગૂલી નિર્દેશ: તંત્ર દ્વારા આંખ આડા કાન?કે પછી ધ્યાન બહાર?


(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા બોટાદ)
બોટાદ જીલ્લો જાહેર થયા ત્યારથી તેમજ આધુનીક સુવિધાથી સજ્જ બોટાદ નગરપાલીકાનું બિલ્ડીંગ કે જે રેલ્વે સ્ટેશન સામે આવેલ છે. તેમાં ફાયર સેફ્ટીના સાધનો તથા રૂલ્સ ફક્તને ફક્ત ચોપડેજ નોધાયેલા છે. હકીકતે બિલ્ડીંગમાં આવા કોઈ સાધનો કે રૂલ્સ ફોલો કરવામાં આવતા નથી. જેની જવાબદારી બોટાદ શહેરી વિસ્તારમાં આવતા જાહેર તથા ખાનગી બિલ્ડીંગો, મકાનોમાં ફાયર સેફ્ટીગ્રુના સાધનો લગાવરાવાની કે નિયમોનું પાલન કરાવવાની છે. અને જો ફાયર સેફ્ટીના સાધનો નિયમો મુજબ તેમજ સમયસર લગાવવામાં ન આવે તો બોટાદ નગરપાલીકા દ્વારા નોટીસ અને ત્યાર બાદ મિલ્કતને દંડ અને સીલ કરવામાં આવે છે?!જયારે આજ નગરપાલીકાની પોતાની જ બિલ્ડીંગમાં આવા ફાયર સેફ્ટીના કોઈ જ સાધનો ન હોય તેમજ નિયમોનું કોઈજ પાલન પણ કરવામાં આવેલ નથી. તેવી હકીકત સાથે બોટાદના જાગૃત નાગરિક અનિશ મોહાત દ્વારા ચિફ ઓફિસર ને લેખિત અરજી કરી રજુઆત કરવામાં આવેલ સાથે બોટાદ નગરપાલીકા વિસ્તારમાં આવતા ખાનગી કલાસો, કોમર્શીયલ બિલ્ડીંગ/ રહેણાંકી મકાન/ફલેટોમાં જ આવાકુનિયમો લાગુ પડે છે કે શુ.? નગરપાલીકા બીલ્ડીંગને આવા કોઈ નિયમો લાગુ પડતા નથી ? તેવા પ્રશ્નો લોકોમાં પણ ઉઠાવવામાં આવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.