નારી શક્તિ પુરસ્કાર-૨૦૨૨ યોજના તા.૩૧ ઓક્ટોબર,૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
નારી શક્તિ પુરસ્કાર-૨૦૨૨ યોજના તા.૩૧ ઓક્ટોબર,૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નારી શક્તિ પુરસ્કાર યોજના અમલી છે. આ યોજના અન્વયે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં અથવા આ થીમને લગતી અથવા આનુષંગિક રીતે સંબંધિત વ્યક્તિઓને, સામાજિક કાર્યકરને અસાધારણ સંજોગોમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આગામી તા.૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પુરસ્કાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પુરસ્કાર મેળવવા માટે વેબસાઈટ www.awards.gov.in પર માત્ર વ્યક્તિગત જ અરજી કરવી.
આ ઉપરાંત અરજીની વિગતો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, રૂમ નં-૨૦૬ થી ૨૦૯, બીજો માળ, બહુમાળી ભવન, બ્લોક-એ, અમરેલી ખાતે આપવાની રહેશે. અરજીકર્તા માટે વય મર્યાદા ૨૫ વર્ષ સુધીની છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીનો (૦૨૭૯૨) ૨૨૬૧૭૭ સંપર્ક કરવો, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.