લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા આવેદનપત્ર આપતા ભોગિયાકિનારી ના ગ્રામજનો…*
*
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયત ની સીમમાં આવેલ મૈર્સસ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ડંપીંગ સાઈટ આવેલ છે જે બંધ કરાવવા માટે છેલ્લા ઘણાં વર્ષોથી આવેદનપત્ર, ઉપવાસ આંદોલન કરી ચુક્યા છે.પરંતુ આજ રોજ ભોગીયા કિનારીના ગ્રામ જાણો દ્વારા લોકસભાની ચુંટણી બહિષ્કાર કરવા માટે બાલાસિનોર પ્રાંત ઓફિસર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવેલ કે અમારા કુવાઓ માં કેમિકલ વાળુ પાણી આવતું હોય અને અનેક વખત રજૂઆતો કરવા છતાં ડંપીંગ સાઈટ બંધ ન થતાં બોડેલી ગ્રામ પંચાયત સરપંચ અને ભોગીયા કિનારીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.