વિરપુર તાલુકામાં રક્ષાબંધન નિમિતે હિન્દૂ -મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા…
વિરપુર તાલુકામાં રક્ષાબંધન નિમિતે હિન્દૂ -મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા...
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં હિન્દૂ મુસ્લિમ પરિવારમાં અનોખો ભાઈચારો જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં બે કોમ કોમ વચ્ચે આપણે ઝગડા થતા જોયા હશે પરંતુ વીરપુર નગરમાં વાત આખી અલગ જ જોવા મળે છે આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમિતે હિન્દૂ મુસ્લિમ વચ્ચે અનોખો ભાઈચારો જોવા મળ્યો છે. રક્ષાબંધન નિમિતે અબ્બાસી પરિવારની મુસ્લિમ બહેન દ્વારા હિન્દૂ ભાઈઓને રાખડી બાંધીને કોમી એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિતે વિરપુરના વતની સૈયદ બિલકિસ અબ્બાસી જેઓ કેટલાક વર્ષોથી લીમરવાડાના વતની નાથુસિંહ પરમાર અને લાલસિંહ પરમાર આ બન્ને ભાઈઓને વર્ષોથી રાખડી બાંધતા આવ્યા છે અને હિન્દૂ મુસ્લિમ કોમી એકતાના પ્રતીકને જાળવી રાખ્યું છે અને બંને કોમ વચ્ચે કજીયા ઉત્પન્ન કરનારા લોકોને જડબે સલાક જવાબ આપ્યો હતો ત્યારે આ અનોખા કોમી એકતાના દર્શન થતા વિરપુર નગરમાં ભાઈચારો જોવા મળ્યો હતો અને "તહેવાર એક એકતા અને અંખડિતતા નું ઉત્તમ ઉદાહરણ પાર પાડી અબ્બાસી પરિવાર દ્વારા દરેક માટે આશીર્વાદ અને શીખરૂપ સાબિત કરી બતાવ્યું હતું....
રિપોર્ટ . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.