‘પિતા પર આર્થિક બોજ નથી બનવું’ સ્યૂસાઇડ નોટ લખી ધો.12ની વિદ્યાર્થિનીની આત્મહત્યા - At This Time

‘પિતા પર આર્થિક બોજ નથી બનવું’ સ્યૂસાઇડ નોટ લખી ધો.12ની વિદ્યાર્થિનીની આત્મહત્યા


દ્વારકા પંથકની તરુણી રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી’તી, હોસ્ટેલમાં ફાંસો ખાઇ લીધો

અભ્યાસના ખર્ચનો નહીં તેની અર્થીનો પિતાને ભાર લાગે તે વાત દીકરી ભૂલી ગઇ

જામનગર રોડ પરની કલ્યાણ સોસાયટી પાસે આવેલી અર્પણ હોસ્ટેલમાં રહેતી સાહિસ્તા મહમદ મીલતાની (ઉ.વ.17)એ મંગળવારે બપોરે હોસ્ટેલમાં પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.