આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
દાહોદ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓને આરોગ્યને લગતી જરૂરી માહીતી આપવામાં આવી હતી.
કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં થતા ફેરફાર અવાજ બદલાવો, શારીરિક તેમજ આંતરિક ફેરફાર, જલ્દી વ્યશનની લત લાગવી તેમજ કિશોરીઓને માસિક ધર્મ વિશે પણ સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત તેઓને સેનેટરી પેડ અને પોષણ યુકત કીટ પણ આપવામાં આવી હતી. સમુદાયમાં ફેલાતા જુદા જુદા રોગો જેવા કે ટીબી, લેપ્રશી, મેલેરીયા, ડેન્ગ્યુ, સીકલસેલ અંગેની વિસ્તૃતમાં સમજ આપવાની સાથોસાથ આપણે આવી બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગે વિગતે સમજ આપવામાં આવી હતી. કિશોર કિશોરીઓનું વજન ઉંચાઈ અને HB તપાસ કરીને તેઓને લંચ બોક્સ, બેગ, બોટલ, કંપાસ બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.