લાઠી સ્વચ્છતાહી સેવા બ્યટિફિકેશન અભિયાન અંતર્ગત અધિક કલેકટર ડી.એન.સતાણીએ કરી લાઠી પાલીકાની મુલાકાત પાલીકાના પરિસરમાં જ ગંદકીના ઢગ નજરમાં ન આવ્યા.
લાઠી સ્વચ્છતાહી સેવા બ્યટિફિકેશન અભિયાન અંતર્ગત અધિક કલેકટર ડી.એન.સતાણીએ કરી લાઠી પાલીકાની મુલાકાત
પાલીકાના પરિસરમાં જ ગંદકીના ઢગ નજરમાં ન આવ્યા.
પાલીકા પરિસરમાં ભંગાર હાલતમાં પડેલા વાહનોની કોઈ સંભાળ લેતું નથી.
લાઠી તાજેતરમાં અધિક કલેકટર ડી.એન.સતાણી સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત લાઠી પાલીકાની મુલાકાતે આવેલા.પાલીકા કચેરીના વકૅ રૂમની ચકાસણી કરી. લાઠી બસ સ્ટેન્ડ, નિર્માણ પામી રહેલ બગીચાની મુલાકાત લીધી પરંતુ ખંડેર હાલતમાં પાલીકાનુ ગ્રાઉન્ડ નજરમાં કેમ ન આવ્યું ? વાહન કમીશ્નરના પત્ર મુજબ અંદાજે ૧૧ વાહનોનો ખડકલો પાલીકા પરિસરમાં ભંગાર હાલતમાં છે તે ધ્યાનમાં કેમ ન આવ્યું.
લાઠી કલાપી પાકૅ વિસ્તારમાં અઠવાડિયામાં બે દિવસ સફાઈ થાય છે અને ચોપડે એકકાતરા બતાવાય છે તો એક દિવસની હાજરીના પૈસા કોણ કટકી કરે છે.
સ્વચ્છતાહિ સેવા અભિયાન અંતર્ગત દરેક પાલીકા અને શહેરમાં પત્રકારને જાણ કરવામાં આવતી હોય છે પરંતુ પાલીકાની પોલ છતી ન થાય તે માટે જાણ ન કરી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.