રાજકોટમાં જુગારના ચાર દરોડામાં મકાન અને જાહેરમાં તીનપતી રમતા 26 ઝડપાયા, રૂ. 1.13 લાખની રોકડ કબ્જે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જુગાર રમાતો હોય છે. જેને લઈને હાલ જુગારની મોસમ ખીલી હોય એવું લાગી રહ્યું છે અને શ્રાવણ મહિનો શરૂ થવાને એક દિવસ બાકી છે ત્યારે પોલીસ અત્યારથી સતર્ક બની છે. રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવી હતી. જેમાં ચાર સ્થળે બે મકાન અને જાહેરમાં તીનપતીનો જુગાર રમતી 8 મહિલા સહિત 26 શખસોને ઝડપી પાડ્યા હતાં અને જુદા-જુદા સ્થળેથી મળીને કુલ રૂ. 1.13 લાખની રોકડ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.