નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પહેલને અમરેલીમાં ભવ્ય પ્રતિસાદ સાપડ્યો - At This Time

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પહેલને અમરેલીમાં ભવ્ય પ્રતિસાદ સાપડ્યો


નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પહેલને અમરેલીમાં ભવ્ય પ્રતિસાદ સાપડ્યો

કર્તવ્યમ કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉપર વડીલોએ વરસાવ્યા આશીર્વાદ તંત્ર સાથે સંકલનમાં રહી લોકોની સુખાકારીમાં વધારો કરવા ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓને દોડાવશે, ગામે ગામે કેમ્પ નું આયોજન કેમ્પમાં સહભાગી થયેલા લાભાર્થીઓને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા.સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા સહિત આગેવાનોની ઉપસ્થિતિ.

અમરેલી વિધાનસભાના ઉર્જાવાન અને લોકલાડીલા ધારાસભ્ય જેના હૈયે હંમેશા નાગરિકોનું હિત વસેલું છે તેવા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ઘરઆંગણે ઈ-કેવાયસી અને વડીલો માટેના આયુષમાન વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય કેમ્પને ભવ્ય પ્રતિસાદ સાપડ્યો હતો. નાગરિકોને ઘરઆંગણે મળેલી સુવિધાનો લાભ 1200 થી વધુ લાભાર્થીઓ મેળવ્યો હતો અને રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ અંગે કૌશિકભાઈ વેકરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, અમરેલી શહેરના નાગરિકો અને વિધાનસભા મતવિસ્તારના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લેતા આગામી દિવસોમાં અમરેલી શહેરના તમામ વોર્ડમાં અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામમાં આ પ્રકારના કેમ્પ યોજી નાગરિકોને રાજ્ય સરકારની સેવાનો લાભ આપવા માટે અમે માધ્યમ બનીશું.’કેમ્પનું સફળ આયોજન કરવા બદલ અમરેલી નગરના નાગરિકોએ લોકલાડીલા ધારાસભ્યને હ્યદયથી ઋણસ્વીકાર કર્યો હતો.આ અંગે તંત્ર સાથે જરૂરી સંક્લન સાધી અને અમરેલી શહેર તેમજ અમરેલી-વડિયા-કુંકાવાવના નાગરિકો માટે ગામે ગામ કેમ્પની સંભવિત તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.