રેડ ક્રોસ અને જિલ્લા માહિતી કચેરી બોટાદના સયુંકત ઉપક્રમે બોટાદના પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાશે - At This Time

રેડ ક્રોસ અને જિલ્લા માહિતી કચેરી બોટાદના સયુંકત ઉપક્રમે બોટાદના પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાશે


(રિપોર્ટ અજય ચૌહાણ)
ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ફક્ત મીડિયાના પ્રતિનિધિશ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. આ હેલ્થ કેમ્પમાં ભાગ લેવા મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓએ ગૂગલ ફોર્મ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું છે.
આ કેમ્પ ફક્ત મીડિયાના પ્રતિનિધિશ્રીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હોઈ તેનો બહોળો લાભ લેવા બોટાદ જિલ્લાના તમામ મીડિયા પ્રતિનિધિશ્રીઓને વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ તારીખ: ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના મંગળવાર સવારે ૯ વાગે શાશ્વત કોમલેક્ષ પાછળ, ડો. રબારા હોસ્પિટલ પાસે, પરા, બોટાદ ખાતે યોજાશે. રજિસ્ટ્રેશન લીંક: https://me-qr.com/6Q28GwTG


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.