મોદીજી ના જન્મ દિવસે સર્વે રોગ નિદન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન - At This Time

મોદીજી ના જન્મ દિવસે સર્વે રોગ નિદન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન


મોદીજી ના જન્મ દિવસે સર્વે રોગ નિદન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે‘‘ગઢડા ખાતે મધુસુદન ડેરી દ્વારા સર્વે રોગ નિદન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આગામી તા, ૧૭ / ૦૯ | ૨૦૨૨ ના રોજ સવારે ૯-૦૦ ક્લાક થી બપોરે ૧-૦૦ ક્લાક સુધી સર્વે રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગઢડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને લાભ લેવા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઇ રબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. સર્વ રોગ નિદાન કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન, સ્રીરોગ, બાળરોગ, આંખના નિષ્ણાંત, એમ. ડી. ફિજીશ્યન, દાંતના નિષ્ણાંત તેમજ જનરલ સર્જન તબિબો ઉપસ્થિત રહીને સેવા આપશે. જ્યારે બલ્ડ ડોનેશન કેમ્પમાં ઓમકાર પેરામેડિક્લ અને ચેરીટેબલ ટ્રસ્ટ નિષ્ઠાબેન પટેલ બ્લડ બેંક - બોટાદ દ્વારા રકત એકત્રીકરણની કામગીરી કરવામાં આવશે. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકો મેળવે તેવી શ્રી બોટાદ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. અને મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઇ રબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.