નાનામવા મેઈન રોડ પર યુવાન પર મુનો અને તેના પુત્ર સહીતના ત્રણ શખ્સોનો સશસ્ત્ર હુમલો - At This Time

નાનામવા મેઈન રોડ પર યુવાન પર મુનો અને તેના પુત્ર સહીતના ત્રણ શખ્સોનો સશસ્ત્ર હુમલો


નાનામવા મેઈન રોડ પર મુના ભંગારવાળાએ તેમના ડેલામાં યુવાનને બોલાવી તેમની પર ત્રણ શખ્સોએ છરી, તલવાર, પાઈપથી હીંચકારો હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તાલુકા પોલીસ મથકમાં એસ્ટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
બનાવ અંગે નાનામવા મેઈન રોડ પર ભીમનગર શેરી નં.6માં રહેતા મુકેશભાઈ કાંતીભાઈ મકવાણા ઉ.32 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુનો, મુનાનો જમાઈ શાહનવાઝ, તેનો પુત્ર અરમાનનું નામ આપતા તાલુકા પોલીસે એસ્ટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ગઈ તા.15-6-2023ના તેના માસીયાઈ ભાઈ મહેશ બગડાઈએ મુના અને કાનજી બાબરીયા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં એસ્ટ્રોસીટી કલમની કલમ હેઠળ ગુનો નોંધાવેલ હતો. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જે કેસ અંગે સમાધાન કરવા ગઈ તા.15ના નાનામવા મેઈન રોડ પર આવેલ ખોડીયાર ટી સ્ટોલ પર કાનજી બાબરીયા અને મુનો તેના વકીલ સાથે રાત્રીના સમયે આવેલા હતા. સમાધાન કરવા સમજાવેલ પરંતુ તેના માસીયાઈ ભાઈએ જણાવેલ કે અમારે સમાધાન કરવુ નથી. અમોને જે કોર્ટ રાહે જે ન્યાય મળશે તે મંજુર છે બાદમાં બધા છુટા પડી ગયેલ હતા.
બાદમાં ગઈકાલે રાત્રીના 10 વાગ્યાની આસપાસ નાનામવા મેઈન રોડ પર મુનાભાઈના ડેલાની સામે આવેલ તેમની પાનની દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે કાનજી બાબરીયાએ તેઓને બોલાવેલ અને મુનાના ભંગારના ડેલામાં લઈ ગયેલ હતા જયાં મુનો, મુનાનો જમાઈ શાહનવાઝ અને તેનો દીકરો અરમાન હાજર હતા. દરમ્યાન કાનજીભાઈએ તેમને કહેલ કે ગઈકાલે ખોડીયાર ટી સ્ટોલ પર તારા માસીયાઈ ભાઈએ શું કહ્યું હતું તે મુનાને જણાવ જેથી ફરિયાદીએ મહેશ બગડાએ કેસ બાબતે સમાધાન કરવાની ના પાડેલ છે અને જે કોર્ટમાં ન્યાય મળશે તે તેમને મંજુર છે તેમ વાત કહેતા મુનો ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી કહેલ કે તારા માસીયાઈ ભાઈએ મારા પર કેસ કરી શું કરી લીધુ કહી ત્રણેય શખ્સોએ આજે તારા હાથપગ ભાંગી નાંખવાના છે કહી મુનાએ એકટીવાની ડેકીમાંથી છરી કાઢી તેમજ તેના જમાઈ અને દીકરાએ તલવાર અને પાઈપ લઈ હુમલો કરી દીધો હતો. તલવાર અને પાઈપના ઘા ઝીંકતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી.
બાદમાં ત્યાં હાજર કાનજીભાઈ અને તેનો માસીયાઈ ભાઈ આવી જતા તેમને છોડાવેલ બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.