મંકીપોક્સ સૌરાષ્ટ્રમાં પ્રવેશવાની ભીતિ, જામનગરમાં શંકાસ્પદ કેસ - At This Time

મંકીપોક્સ સૌરાષ્ટ્રમાં પ્રવેશવાની ભીતિ, જામનગરમાં શંકાસ્પદ કેસ


રાજકોટ,જામનગર સહિત સિવિલમાં મંકીપોક્સ,કોરોના  સ્વાઈન ફ્લુના અલાયદા વોર્ડ, પૂરતા ટેસ્ટીંગનો અભાવ : મંકીપોક્સ, સ્વાઈન ફલુથી બચવા કોરોનાની જેમ ભીડથી અજાણ્યાના સંસર્ગથી દૂર રહેવું, ઈમ્યુનિટી, માસ્ક જ મહત્વના : વિશ્વના 78 દેશોમાં પ્રસરેલા અને હેલ્થ ઈમરજન્સી જાહેર થયેલ રાજકોટ, : એક પછી એક મહામારી આવી રહી છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે ત્યારે હવે સ્વાઈન ફ્લુ, ડેંગ્યુ ઉપરાંત મંકી પોક્સનો ખતરો સર્જાયો છે. આજે જામનગરમાં 29 વર્ષના એક યુવાનને મંકી પોક્સ જેવા લક્ષણો જણાતા તંત્રમાં દોડધામ મચી હતી અને તેને શંકાસ્પદ દર્દી તરીકે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.જામનગરના નવા નાસ્વિસ્તારમાં રહેતા આ યુવાનને ચામડીમાં તકલીફ થવા જેવા વિશેષ લક્ષણો જણાતા તે હોસ્પિટલે પહોંચ્યો હતો અને તેને મંકીપોક્સ હોવાની શંકા સાથે તેને આઈસોલેટ કરીને અલાયદા વોર્ડમાં દાખલ કરાયેલ છે. આ દર્દીના નમુના લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેની ટ્રાવેલ્ હિસ્ટ્રી વગેરે મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.મંકી પોક્સના વિશ્વના 78 દેશોમાં 18,000 થી વધુ કેસો ડિટેક્ટ થયા છે, નહીં શોધાયેલા કેસો કેટલા તે સવાલ છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને હેલ્થ ઈમરજન્સી જાહેર કરેલ છે. ભારતમાં 8 કેસો નોંધાઈ ચૂક્યા છે અને 1નું મોત નોંધાયું છે. હવે ગુજરાતમાં તે પ્રવેશે તેવું જોખમ છે. જેના પગલે  રાજકોટ સહિત સિવિલ હોસ્પિટલોમાં હાલ ફ્લુ જેવી ત્રણ મહામારી, કોરોના, મંકીપોક્સ અને સ્વાઈન ફ્લુ માટે અલગ અલગ વોર્ડ રાખવામાં  આવ્યા છે. પરંતુ, સૌરાષ્ટ્રમાં હજુ સિમ્પટમેટીક દર્દીના પર્યાપ્ત ટેસ્ટ કરાતા નથી. સ્વાઈન ફ્લુનો ટેસ્ટ મોંઘો પડતો હોય તેનો ટેસ્ટ નહીંવત્ થાય છે. રાજકોટમાં ફ્લુ ઉપરાંત કોરોનાના કેસો એક સાથે વધ્યા છે પરંતુ, કોરોનાનો ક્યો વેરીએન્ટ સક્રિય છે તે જીનોમ સિક્વન્સીંગ કરીને જાહેર થતું નથી.માણસથી માણસના સંપર્કથી ફેલાતા મંકીપોક્સ કે સ્વાઈન ફ્લુથી બચવા પણ કોરોના જેવી જ સાવચેતી રાખવા વિશ્વના તજજ્ઞાો જણાવે છે. અજાણ્યા માણસોના સંસર્ગથી, ભીડથી દૂર રહેવું, હાથ સાબુથી ધોતા રહેવું, સેનેટાઈઝ કરવા, ઈમ્યુનિટી જળવાય તેવો આહાર વિહાર રાખવો, બંધ ઓફિસ કે ભીડમાં મળતી વખતે માસ્ક સહિતના નિયમો જ જણાવાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.