મહીસાગર જિલ્લામાં ગણપતિ બાપાનુ આનંદ ઉલ્લાસભેર આગમન
લુણાવાડા શહેરમાં ગણપતિ ઉત્સવ પર્વએ અવનવી શ્રીજીની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં બે-ત્રણ દિવસથી વિવિધ મંડળો દ્વારા ગણપતિ બપ્પાનું ડીજે તાલે વાજતે ગાજતે આગમન કરી રહ્યા છે. રાત્રે શહેરમાં પધરામણી કરી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા નગર વાસીઓ ઉમટી રહ્યા છે જયારે
લુણાવાડા શહેરમાં મહેમાન બની પધારેલ બાપ્પાનું લુણાવાડા હાઇવે રોડ અને ચાર રસ્તેથી શોભાયાત્રા કાઢી ડીજે ના તાલે નાચગાન સાથે ભક્તો પોત પોતાના સ્થાપન પંડાલ સુધી લાવ્યા હતા ત્યારે ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં લુણાવાડા નગરમાં શ્રીજીના આગમનને લઈને ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.