રાજકોટ:લુખ્ખાતત્વોએ રસ્તાની વચ્ચોવચ્ચ ઍક્સેસ રાખી કારના કાચ ફોડયા - At This Time

રાજકોટ:લુખ્ખાતત્વોએ રસ્તાની વચ્ચોવચ્ચ ઍક્સેસ રાખી કારના કાચ ફોડયા


આનંદ બંગલા ચોક પાસે જયંત કે.જી.મેઈન રોડ પાસે પાંચેક લુખ્ખાતત્વોએ રસ્તાની વચ્ચે ઍક્સેસ રાખી રસ્તો બાનમાં લીધો હતો.પાંચેય શખ્સોની ટોળકી જાહેરમાં જ ધોકો લઈ બખેડો કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જ્યાં એક કાર ત્યાંથી પસાર થઈ અને ચાલકે રસ્તા પરથી હટી જવા કે જગ્યા આપવા માટે હોર્ન વગાડતા શખ્સે કારની પાછળમાં ભાગે ધોકો મારી કાચ ફોડી મોટું નુકસાન કર્યું હતું.આ બનાવ અંગે પોલીસ હરકતમાં આવી રાત્રીના સમયે જ ત્રણ શખ્સોને ઉઠાવી લીધા હતા અને કારચાલકની ફરિયાદ પરથી પાંચેક શખ્સો સામે કલમ 160,427,114 હેઠળ ગુન્હો નોંધ્યો હતો.વધુ વિગતો મુજબ, ગુરૂપ્રસાદ સોસાયટી પાસે રહેતા નંદિશભાઇ નટવરલાલ કવૈયા(લુહાર)(ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા ઘર પરીવાર સાથે રહું છું અને નોકરી કરું છું.
ગઈ તા.19/02 ના રોજ અમારા પરીવાર સાથે રેષકોર્ષ ખાતે ફરવા ગયો હતો અને આશરે રાત્રીના સાડા અગીયારેક વાગ્યે હું મારી ટોયોટા કાર જીજે.03. એફડી.6685 લઇને પરત ઘરે જવા માટે આનંદબંગલા ચોક થી આગળ ચાર રસ્તે જતા હતા ત્યારે જાહેર રોડ ઉપર અજાણ્યા ચાર થી પાંચેક શખ્સો એક એક્સેસ જીજે.03.એલએચ. 4705 રોડ ઉપર વચ્ચે ઉભુ રાખીને જાહેરમાં મારામારી કરતા હોય અને જેથી મારે ઘરે જવુ હોય મારી કારનું હોર્ન માર્યું એટલી વારમાં આ ચાર થી પાંચેક શખ્સોમાંથી એક શખ્સે કારના આગળ ના કાચ પર ધોકો માર્યો અને ગાડીનો પાછળના કાચ માં ધોકો મારી અને મારા આગળ પાછળ ના બન્ને કાચ ફોડી નાખી નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે નંદિશભાઈએ પોલીસ મથકે પહોંચી અજાણ્યા ચારથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા માલવીયા પોલીસે કલમ 160, 427, 114 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પીઆઇ ઇલાબેન સાવલિયાની રાહબરીમાં એએસઆઈ કે.યુ.વાળા સહિતના સ્ટાફે રાત્રે જ ત્રણ આરોપી જવાલ અસાયા,ભાવિન દેવડા અને આકાશ ઝરીયાને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે વધુ બેની શોધખોળ આદરી છે. ઉલ્લેખનિય છે કે,થોડા દિવસ પહેલા જ સ્વામિનારાયણ ચોક નજીકના કૃષ્ણનગરમાં મોડી રાત્રે રસ્તો બ્લોક કરી બર્થ ડે ની ઉજવણી કરતા નામચીન શખ્સોએ ત્યાં પહોંચેલા ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ સાથે ઝપાઝપી કરી કાઠલો પકડી લીધો હતો.એટલુ જ નહી તેની નેઈમ પ્લેટ અને યુનિફોર્મનું બટન તોડી હંગામો મચાવ્યો હતો.આ બનાવમાં ફરજમાં રૂકાવટ, રાયોટીંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.જેના આધારે પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.ત્યારે વધુ એક બનાવ બનવા પામતા હવે પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.