૨૧ મી ઓગસ્ટે થયેલા ભારત બંધના એલાનમાં પોરબંદરને જોડાવા અપીલ - At This Time

૨૧ મી ઓગસ્ટે થયેલા ભારત બંધના એલાનમાં પોરબંદરને જોડાવા અપીલ


સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો દેશભરમાં થઈ રહ્યો છે જબરો વિરોધ
પોરબંદરમાં ૨૧ મ ઓગસ્ટે ભારત બંધના એલાન સાથે પોરબંદર વાસીઓ પણ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પોરબંદર ના દલિત 5 સમાજના તમામ સભ્યોએ હાજરી આપી સાથે સાથે મીટીંગ મળેલ હતી જેમાં સર્વનું મતે નક્કી કરવામાં આવ્યા મુજબ ૨ ન સુપ્રીમ કોર્ટે એ અનુસુચિત જાતિ ના અનામત ના આપેલા ચુકાદા ના વિરુદ્ધ માં તા.૨૧/૮/૨૪ના ભારત બંધ ના એલાન ને સમર્થ આપવા માટે તારીખ ૨૧-૦૮-૨૦૨૪ ના રોજ જે કોઈ વેપારીઓ નાના-મોટા ધંધાર્થીઓ તથા પોરબંદરની જનતાને ભારત બંધ રાખવા માટે જ્યારે એલાન કરવામાં આવ્યું હોય ત્યારે પોરબંદર બંધ રાખવા માટે પોરબંદરના તમામ વેપારી સંગઠનો ને મળી તથા નાના મોટા કારીગરોને મળી નાના-મોટા ધંધાર્થી ઓને મળી અને પોરબંદર બંધ રાખવા માટે માટે આહવાન કરવામાં આવે છે ત્યારે આ બંધને સફળતાપૂર્વક પાડવા માટે લાગુ પડતી પરમિશન અને રાણીબાગ થી જિલ્લા કલેક્ટર પોરબંદર કચેરી માં એક રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનું હોય ત્યારે તમામ પોરબંદરના વેપારી વર્ગો અને નાના-મોટા ધંધાના ધંધાથી વ્યક્તિઓને વિનંતી છે કે પોરબંદરના એલાનને સપોર્ટ કરીએ મદદ કરીએ અને તેમાં સહકાર આપીએ સાથે તંત્રને પણ વિનંતી છે કે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પણ યોગ્ય કરવા તંત્ર ને વિનંતી છે અને આ બંધ સફળ રહે તે માટે પોરબંદરની જનતાને પોરબંદર જનતાને અપીલ કરવામાં આવી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.