વિસાવદરના નાનાકોટડા ના ખેડૂતને પોલીસે જમીન પરત અપાવી*વ્યાજના વિષચકરમાં ફસાયેલા લોકો આગળ આવે પી.એસ.આઈ એસ.આઈ.સુમરા
વિસાવદરના નાનાકોટડા ના ખેડૂતને પોલીસે જમીન પરત અપાવીવ્યાજના વિષચકરમાં ફસાયેલા લોકો આગળ આવે પી.એસ.આઈ એસ.આઈ.સુમરા.વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સબઇન્સપેક્ટર એસ.આઈ.સુમરામહેનતથી ખેડૂતે વ્યાજે લીધેલ રકમ સામે રજીસ્ટર્ડ સાટાખત કરાવી લઈ લીધેલ તે જમીન પરત આપવામાં આવી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદર તાલુકાના નાના કોટડા ગામેંરહેતામનજીભાઇપરશોતમભાઇ વઘાસીયાની જમીન વિસાવદર તાલુકાનાં નાના કોટડા ગામે સીમ જમીન રેવન્યુ સર્વે નં.૧૮૪/પૈકી-૧ ની હે- ૧-૩૪-૫૬ આરે.ના ક્ષેત્રફળની જગ્યા આવેલ હતી અને મારા કુટુંબીક કાકા છગનભાઇને પૈસાની જરૂરીયાત હોવાથી દેવાભાઇ ભોજાભાઇ રામ રહે.આરેણા ગામ તા.માંગરોળ નાંઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ અને તેની સાથે અમારી જમીનનું સીકયુરીટી પેટે સાટાખત તા.૦૬/૦૪/૨૦૦૯નાં રોજ સબ રજીસ્ટાર રૂબરૂ ધાકધમકીથી આ કામનાં સામાવાળાએ કરાવેલ અને અરજદારે તેમની વ્યાજની રકમ સહીત રૂપીયા આઠ લાખ પુરા ચુકવી આપેલ છતા સામાવાળાએ પંદર વર્ષથી આ સાટાખત કેન્સલ કરી આપેલ ન હતુ જેથી હેરાન પરેશાન થઇ ગયેલ હોય અને ગરીબ વર્ગ હોય અને અરજદાર પાસેઆપઘાત કરવા સિવાય બીજો કોઇ રસ્તો ન હોય તેવા સંજોગોમાં આ બાબતે મ્હે. એસ.પી. સા. જુનાગઢનાંઓને રૂબરૂ તા.૦૧/૦૭/૨૦૨૪નાં રોજ મળેલ અને એસ.પી. સા.એ રજુઆતને ગંભીરતાથી લઇ આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા સા.ને અરજી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેથી વિસાવદર પોલીસે તા.૦૨/૦૭/૨૦૨૪નાં રોજ રૂબરૂ બોલાવેલ અને રજુઆત સાંભળેલ અને અરજી લઇ આ કામે સામાવાળા દેવાભાઇ ભોજાભાઇ રામને વિસાવદર પોલીસ સ્ટેશનને બોલાવી કાર્યવાહી કરેલ જેથી આ કામનાં સામાવાળાએ અમારૂ પંદર વર્ષ જુનુ સાટાખત રદ કરી આપેલ અને અરજદારની કાયદેસરની મિલ્કત અરજદારને પરત મળી ગયેલ જેથી આ બાબતે મ્હે. એસ.પી. સા. જુનાગઢ નાંઓનો તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા સા. તથા વિસાવદર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનોં આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.