ગાંધીનગરમાં રેડિયન્ટ સ્કૂલ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ - At This Time

ગાંધીનગરમાં રેડિયન્ટ સ્કૂલ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ


ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહજીના બલિદાન દિવસ નિમિત્તે વોર્ડ નંબર 8 માં રેડિયન્ટ સ્કૂલ ખાતે વીર બાળ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમને જણાવ્યું હતું કે સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેસિંહજીના સાહસ શોર્ય અને શહાદત દેશવાસીઓ માટે સત્યના માર્ગે અડગ રહેવાનો અખૂટ પ્રેરણા સ્ત્રોત બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.