ગીર સોમનાથ સિંચાઈ વિભાગ ચોમાસા સંભવિત પુર પાણી ડેમ છલકાવા પરિસ્થિતી સામે સજ્જ
ગીર સોમનાથ સિંચાઈ વિભાગ ચોમાસા સંભવિત પુર પાણી ડેમ છલકાવા પરિસ્થિતી સામે સજ્જ
ગીર સોમનાથ જિલ્લા ના પાંચ ડેમો ઉપર સતર્ક વ્યવસ્થાઓ સાથેની આગોતરી તૈયારી
ગીર સોમનાથ માં ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે જે અંગે જીલ્લા સિંચાઈ વિભાગ સમગ્ર સ્ટાફ ખડે પગે આગોતરી સતર્કતા વ્યવસ્થાઓ સાથે સજ્જ છે.
આસી ઇન્જી સિંચાઈ પેટા વિભાગ નિર્મલ સિંધલ કહે છે ચોમાસા પૂર્વ જ તમામ ડેમોના દરવાજા મરામત સમારકામ ઓઈલ ગીસીંગ અને ટેસ્ટીંગ પુર્ણ કરવામાં આવેલ છે.
તમામ ડેમો ઉપર બે વાયરલેસ સેટ્સ સ્ટેન્ડ બાય રખાય છે.
અને ભારે વરસાદ ના પાણીથી જ્યારે ડેમ ભરાઇ જાય અને વધારાનું પાણી ડેમના દરવાજા ખોલી વહાવાનું શરૂ કરવું પડે તે દરવાજા ખોલવા પ્રથમ જઈ. ઇ. બી ઇલેક્ટીક સપ્લાય થી ખોલવામાં આવશે અને જો સપ્લાય બંધ હોય તો જનરેટર સેટ્સ પણ ગોઠવવામાં આવેલ છે કદાચ તે પણ ખોટકાય કેન ચાલે તો ડીઝલ ઇન્જીન થી દરવાજા ખોલાશે અને તે પણ ન ચાલે તો હાથથી મેન્યુઅલ રીતે દરવાજો ખોલી શકાય તેવી જોગવાઈઓ કરાઇ છે.
હાલ ગીર સોમનાથ જિલ્લામાં પાંચ ડેમો છે જેમાં ત્રણ ગેટવાળા છે જેમ કે હિરણ ૨ શિંગોડા કોડીનાર, રાવલ ઉના, અને બે ગેટ વગરના છે જેમ કે મચ્છુન્દી ગીર ગઢડા, હિરણ ૧ સાસણગીર ડેમો ઉપર રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક સ્ટાફ ગોઠવાયેલો છે અને ત્રણ જીલ્લા ડેમ સપાટી સંકલન જુનાગઢ થી થાય છે જેમાં ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જીલ્લાના સમાવેશ થાય છે, સ્થાનિક લેવલે વાયરલેસ સેટ્સ સાથે કન્ટ્રોલરૂમ કાર્યરત છે જેના નંબર ૦૨૮૭૬ ૨૨૨૮૯૭ છે. ડેમનું ધશમસતુ પાણી છોડતા પહેલા સાયરન વગાડવામાં આવે છે અને ૭૦ ટકા ભરાય ૮૦ ટકા ભરાય અને ૯૦ ટકા ભરાય ત્યારે અને ૧૦૦ ટકા ભરાય ત્યારે વહીવટીતંત્ર ને આ તમામ બાબતોનો મેસેજ પહોંચાડવામાં આવે છે જેથી ડેમમાંથી છુટેલા પાણી વહે તે નદી કાંઠે આવેલ ગામો ને સાવધ કરી શકાય અને તેની વહીવટીતંત્ર માધ્યમો સંદેશ વ્યવહાર સાધનોથી ગામ ગામડાઓને જાણ કરે છે. ડેમ ખોલતા પહેલા મેસેજ પહોંચાડ્ય છે. ડેમ ઉપર દર બે કલાકે વરસાદ મપાય છે જિલ્લા મા અત્યારે સુધી કુલ વરસાદ ઉના ૭૪ મીમી, કોડીનાર મા ૫૨ મીમી, ગીર ગઢડા ૧૩૩ મીમી, તાલાલ ૮૩ મીમી વેરાવળ ૫૫ મીમી, સુત્રાપાડા ૨૯ મીમી વરસાદ વરસેલ છે સિંચાઈ વિભાગ ની સમગ્ર કાર્યવાહી કાર્યપાલક ઇજનેર કલસરીયા, મદદનીશ ઇનજ એસ. જે ગાધે તથા ઇન્જી નિર્મલ સિંધલ તથા સ્ટાફ ટીમ દ્વારા ગોઠવાયેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.