અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને જસદણ શહેર શણગારાયુ તારીખ 21 ના શોભાયાત્રા મહા આરતી બાઈક રેલી નું આયોજન
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
અયોધ્યામા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને રામલાલા ને વધાવવા માટે જસદણ શહેરને રોશની ધજા પતાકા અને મંડપથી શણગારવામાં આવ્યું છે આ ઉપરાંત તારીખ 21 ના રોજ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શોભા યાત્રા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શહેર પંથકના સાધુ સંતો મહંતો આગેવાનો ઉધોગપતિઓ સહિતના લોકો જોડાશે રાષ્ટ્રીય બજરંગ દળ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તા. 21/1/2024 ના રોજ ભવ્ય શોભાયાત્રા તથા બાઈક રેલી સવારે 9:00 વાગ્યે જસદણ આટકોટ રોડ બાયપાસ સર્કલ થી વાજસુરપરા તથા તા. 22/1/,2024 ના રોજ મૉટા રામજી મંદિરે બપોરે 12:15 વાગ્યે મહા મહાઆરતી નું આયોજન કરેલ છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાનૅ પધારવા આંતરરાષ્ટ્રીય બજરંગ દળ ના પ્રમુખ દીપુભાઈ વાઘેલા જિલ્લા પ્રમુખ કુલદીપભાઈ સોલંકી જસદણ તાલુકા પ્રમુખ સંદીપભાઈ ગાબુ શહેર ઉપપ્રમુખ અજયભાઈ રાજપરા ઉપપ્રમુખ હકુભાઈ બાવળીયા મહામંત્રી નીતિનભાઈ મીઠાપરા મહામંત્રી હર્ષભાઈ ગોટી જસદણ શહેર પ્રમુખ રવિભાઈ સોલંકી ઍ જસદણ શહેર પંથકની ધર્મ પ્રેમી જનતાને શોભાયાત્રા રેલી મહા આરતી મા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.