વર્ષો પછી કાયમી રજીસ્ટ્રાર તરીકે રુપારેલીયાએ ચાર્જ સંભાળ્યો; 2014થી રાજકોટ મહાનગર પાલિકા ખાતે સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા - At This Time

વર્ષો પછી કાયમી રજીસ્ટ્રાર તરીકે રુપારેલીયાએ ચાર્જ સંભાળ્યો; 2014થી રાજકોટ મહાનગર પાલિકા ખાતે સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા


કોઈ પણ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારની પોસ્ટ વહીવટી દ્રષ્ટિએ અતી મહત્ત્વની માનવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી આ જગ્યા પર આજે વર્ષો પછી કાયમી રજીસ્ટ્રાર તરીકે ડો. હરીશ રૂપારેલીયાએ 22માં રજીસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રજીસ્ટ્રાર તરીકે ચાર્જ લેતા પહેલાં સરસ્વતી માતાજીનું પૂજન કરી, પ્રથમ કુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ તરીકે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત, સંસ્થાનું નામ ઉજ્જવળ બને, સંસ્થાનો વિકાસ થાય એ દિશામાં હું સદૈવ કાર્ય કરતો રહીશ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.