ધાંગધ્રા ફલકુ ડેમ નજીક વિદેશી દારૂના કટીંગ પર LCB પોલીસના ધામા, રૂ.53,74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. - At This Time

ધાંગધ્રા ફલકુ ડેમ નજીક વિદેશી દારૂના કટીંગ પર LCB પોલીસના ધામા, રૂ.53,74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ.4470 તથા દારૂના કટીંગમા વપરાયેલ વાહન નંગ 5 કિ.રૂ.34,20,000 મળી કુ.રૂ.53,74,080 નો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી તેમજ અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે તથા વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે ઉપર ખાસ પેટ્રોલીંગ રાખી તેમજ જીલ્લાની હદ વિસ્તારની ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરવા એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચના મુજબ એલસીબી ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અંગે જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે તથા વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે ઉપર ખાસ પેટ્રોલીંગ રાખી તેમજ જીલ્લાની હદ વિસ્તારની ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરી વીદેશી દારૂની હેરાફેરી, કટીંગ, વેચાણની પ્રવૃતી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા એલસીબી ટીમના પીઆઈ વી વી ત્રિવેદી, પીએસઆઇ જી એસ સ્વામી, અજિતસિંહ ડોડીયા, ભૂપતસિંહ રાઠોડ, વિજયસિંહ પરમાર સહિત સમગ્ર ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બાતમી મેળવી કે ધ્રાંગધ્રાનો મનોહરસિંહ ઉર્ફે સેન્ટુભા મેરૂભા ઝાલા રહે નરશીપરા ધ્રાંગધ્રા વાળો ધ્રાંગધ્રા શહેરની સીમમા ફલકુ ડેમ પાસે આવેલ ખોખરા માતાની ધાર પાસેનો ખાણ વિસ્તાર વડવાળી પાસે ખરાબાની જમીનમા પાસે વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી ભરીને બહારથી ટ્રકમા લાવીને અન્ય વાહનોમાં દારૂનો જથ્થો ભરી આપવાનુ ઇંગ્લીશ દારૂનું કટીંગ હાલમા ચાલુમા છે તેવી ચોકકસ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે જગ્યાએ રેઇડ કરતા એક બંધ બોડીનો ટ્રક જેનો રજી નં.MH 43 BX 1160 કિ.રૂ.20,00,000 તથા મહિન્દ્રા કંપનીની ગાડી નં.GJ 05 RF 9406 કઇ.રૂ.6,00,000 તથા મહેન્દ્રા કંપનીની બોલેરો નં.GJ 13 AW 7228 કિ.રૂ.4,00,000 તથા બીજી બોલેરો નં.GJ 13 AW 1306 કિ.રૂ.4,00,000 તથા ટી વી એસ હોન્ડા નં.GJ 13 L 8680 કિ.રૂ.20,000 સહિત કુલ મળીને રૂ.53,78,080 નો મુદામાલ મનોહરસિંહ ઉર્ફે સેન્ટુભા મેરૂભા ઝાલા તથા તેની સાથેના અન્ય આરોપીઓ પોત પોતાના વાહનો મુકી અધારાનો લાભ લઇ નાશી જતાં તપાસ ખુલે તે તમામ આરોપી વિરુદ્ધ ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.