ધંધૂકા નગરપાલિકાનું અણઘડ આયોજન, રોડ પર નવો રોડ બનાવ્યો! - At This Time

ધંધૂકા નગરપાલિકાનું અણઘડ આયોજન, રોડ પર નવો રોડ બનાવ્યો!


ધંધૂકાનગરપાલિકાનું અણઘડ આયોજન, રોડ પર નવો રોડ બનાવ્યો!

સંત પુનીત ચોકથી જાગનાથ દરવાજાનો બિસમાર રોડ જૈસે થે અને કોલેજ રોડના સારા રોડ પર નવો રોડ બનાવ્યો

ધંધુકા શહેરના સંત પુનિત ચોકથી જાગનાથ દરવાજા સુધીનો માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ બિસ્માર રોઠ પર ૨૪ કલાક લોકોની અવરજવર રહે છે.પાછલા થણા સમયથી બિસ્માર માર્ગથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે વહીવટદારના નેજા હેઠળ ચાલતા પાલિકાના આ વહીવટી તંત્રએ એવું અણઘડ આયોજન કર્યુ કે જે રોડ બિસ્માર છે. તેને નવો બનાવવાના બદલે સંત પુનિત ચોકથી નવી તાલુકા પંચાયત કચેરી સુધીનો ડામરનો સૌથી સારો માર્ગ હતો. તેના પર જ રાતોરાત નવો ડામર પાથરી રોડ બનાવી દેવાયો હતો. નગરપાલિકાના આ વલણથી ધંધુકાના નગરજનોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.

ધંધુકા નગરપાલિકાનું તંત્ર પાછળ કેટલાક મહીનાઓથી
ચૂંટાયેલી પાંખ નહી પરંતુ વહીવટદાર દ્વારા ચાલી રહયુ છે. હમણા જ નવા ઈન્ચાર્જ ચીક ઓફીસર થોડા દિવસો માટે મુકવામાં આવ્યા છે ત્યારે શહેરમાં સંત પુનિત ચોકથી જાગનાથ દરવાજા સુધીનો માર્ગ પાછલા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર કોર્ટ, આર એન્ડ બી કચેરી, પશુ દવાખાનું, માધ્યમિક શાળા અને નગરપાલિકા ધંધુકાની કચેરી તથા બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ પર આ જ છે. ત્યારે પાલિકાનુ તંત્ર

લોકોની બિસ્માર રોડની ફરિયાદને સાંભળવા તૈયાર નથી અને થણા સમયથી તમામ અધિકારીઓ પણ આ માર્ગની દુર્દશાને જોઇ રહ્યા છે. પરંતુ તેનો નવો બનાવવા માટે કોઈ કામગીરી કરતા નથી. ત્યારે પાલિકાનુ તંત્ર બિસ્માર રોડને નવો બનાવવાને બદલે સંત પુનિત ચોકથી નવી તાલુકા પંચાયત કચેરી સુધીનો ડામરનો શહેરનો સૌથી સારો માર્ગ તેના પર રાતોરાત નવો ડામર રોડ બનાવી રહયુ છે. લોકો પણ પાલિકાના આ અણઘડ આયોજનથી અચંબીત થયા છે. અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી રયા છે અને જણાવી રહ્યા છે કે જયાં રોડમાં ખાડા પડયા છે. તે રોડ નવો બનાવવાનો હોય તેની જગ્યાએ જયાં રોડ એકદમ સારો છે. તે રોડ પર જ નવા ડામરના થર પાથરી કેવા પ્રકારના વિકાસના દર્શન પાલીકાનુ તંત્ર શહેરીજનોને કરાવવા માંગે છે. પાલિકા તંત્રના બાબુઓને કેમ તેમની કચેરીએ જતા માર્ગ પરના ખાડા નહીં દેખાતા હોય કે પછી માત્ર મોટા બીલો બનાવી વિકાસ ઉપર નવો વિકાસ પાથરીને પ્રજાને મુર્ખ બનાવવાના આયોજનો સામે ધંધુકાના શહેરીજનોમાં વ્યાપક પ્રમાણમાં ગણગણાટ જોવા મળી રહયો છે.

આ ઉપરાંત પાછલા કેટલાક મહીનાઓથી ધંધૂકા નગરપાલિકામાં અધિકારીઓનુ શાસન છે. હાલ મામલતદાર અને ઈન્ચાજ ચીફ ઓફીસર શાસનની પુરા સંભાળી રહયા છે. ત્યારે કેમ લોકોને જેની જરૂર છે અને લોકોની સુખાકારી માટે કયુ કામ સૌપ્રથમ કરવાનુ હોય તેનો વિચાર કર્યા વગર રોડ પર નવો રોડ બનાવી દેવાય છે ત્યારે પંધુકાની પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેવુ લાગી રહ્યું છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.