જસદણ તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવના દર્શને પધારતા રાજકોટના જજ સાહેબો
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ અને ઘેલા નદીના કાંઠે આવેલ ઘેલા સોમનાથમાં બિરાજમાન મહાદેવના દર્શને પધારતા રાજકોટ કોર્ટના જજ સાહેબો. આમ સનાતન ધર્મ અનુસાર કહેવાય છે કે મહાશિવરાત્રિનો દિવસ દેવોના દેવ મહાદેવની આરાધના - પુજા - અર્ચના - આસ્થાનો દિવસ હોય અને આ જ દિવસે રાજકોટના જિલ્લા કોર્ટના નામદાર મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી આર. ટી .વાછાણી સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી જે.આઇ.પટેલ સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી બી.બી.જાદવ સાહેબ તથા જસદણ કોર્ટના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબે ઘેલા સોમનાથ ખાતે મહાદેવની પુજા અર્ચના કરી જળાઅભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવેલ અને આ સાથે પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે માહિતી મેળવેલ. આમ આ સાથે જસદણ કોર્ટના રજીસ્ટ્રારશ્રી એમ.બી.પંડયા સાહેબ તથા જે.જે. જોષી સાહેબ હાજર રહેલ. (સંકલન બાય:-એડવોકેટ પ્રકાશ પ્રજાપત)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.