કેનાલના રિપેરિંગ કામગીરી મા થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત - At This Time

કેનાલના રિપેરિંગ કામગીરી મા થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત


કેનાલના રિપેરિંગ કામગીરી મા થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત

વલભીપુર બ્રાંચ કેનાલ નીચે આવતી પીપળી ડીસ્ટ્રી અને લોલીયા ડીસ્ટ્રી કેનાલના રિપેરિંગ કામગીરી મા થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા વિસ્તારના છેવાડાના ગામો ઉપર થી પસાર થતી વલભીપુર બ્રાંચ કેનાલ નીચે આવતી પીપળી અને લોલીયા પેટા કેનાલ ની રિપેરિંગ કરવા માટે ની કામગીરી શિવ કન્ટ્રકશન ને આપવામાં આવી હતી પરંતુ આ કામગીરી મા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ધંધુકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજની ભાઈ મેર દ્વારા નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી વિગત અનુસાર આ પેટા કેનાલ ના રિપેરિંગ કામ પાછળ સરકાર અને તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે તેમ છતાં આ કેનાલ ની કામગીરી એસ્ટીમેન્ટ મુજબ કરવામાં આવી નથી તેથી જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને કોન્ટ્રાકટર ને બિલનું ચૂકવણું સ્થગિત કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો તંત્ર તેમની રજૂઆત અંગે આંખ આડા કાન કરશે તો તેવો ગુજરાત હાઇકોર્ટ ના દ્વાર ખખડાવી પીટીશન દાખલ કરી પોતાની લડત ઉપર અડગ રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.