રાજકોટ રેલવે ડિવિઝને 11 બસોમાં 655 મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા; ટ્રેન વ્યવહાર ખોરવાતા વધુ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને રિ-શિડ્યુલ કરાઈ
રાજકોટ ડિવિઝનના ઓખા-ભાટિયા સેક્શનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેને લઈને ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલ વ્યવહારને અસર થઈ હતી. ટ્રેક રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે સતત ચાલી રહી છે. સાથે જ રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયાથી દ્વારકા અને ઓખા જવા માટેના મુસાફરો માટે વિભાગીય રેલવે વહીવટી તંત્ર દ્વારા 11 બસો મારફતે 655 મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.