જસદણ તાલુકાના કાળાસર ગામે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું
આજરોજ તારીખ 7- 8 -2022 ના રોજ કાળાસર મુકામે ગામમાં પાંચ અવસાન થયા એમના આત્માના કલ્યાણ માટે શ્રી કાળાસર મુકામે અરવિંદભાઈ કલાપરાના ઘરે શિલું પરિવારના વિચારને સહમત થઈ ગ્રામજનો દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન રાખ્યું હતું તેમાં કાળાસર ગામનાં ગ્રામજનો અને મહેમાનોએ લોહીનું દાન કરીને ખૂબ સારી સેવા આપી હતી અને 51 બોટલ લોહીનું દાન થયું હતું સાથે સાથે શ્રી કાળાસર કુમાર પ્રા.શાળાનાં સેવાભાવી શિક્ષક એવા વી.ડી.સાકરિયા,લલિતભાઈ વાસાણી,ધીરુભાઈ રંગપરા,ધવલભાઈ મંડીર,મુન્નાભાઈ ધોળકિયાએ પણ હાજરી આપી સાથ સહયોગ આપ્યો હતો.
દર વર્ષે ૧૧૨.૫ મિલિયન બ્લડ યુનિટનું ડોનેટ કરવામાં આવે છે, કે જેમાંથી ૪૮% વિકસિત દેશોમાં થાય છે કે જેંમા વિશ્વની ફકત ૧૯% વસ્તી જ રહે છે. જે દર્શાવે છે કે અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોમાં હજુ પણ ઘણા દર્દીઓને સમયસર લોહી પૂરું પડી શકાતું નથી તથા લોકોમાં રક્તદાન અંગે પૂરતી જાગૃતતા આવેલ નથી.
વિકસિત દેશોમાં લોહીને મૉટે ભાગે હાર્ટ સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ગંભીર અકસ્માત કે લોહીને લગતા કેન્સર હોય તો જ ચઢાવવામાં આવે છે, જયારે વિકાસશીલ દેશોમાં મૉટે ભાગે પ્રેગ્નન્સી વખતે થતા કોમ્પ્લિકેશન અટકાવવા, બાળકોમાં એનિમિયાની સારવારમાં અને અકસ્માતના કિસ્સાઓમાં લોહી ચઢાવાય છે.
Bharat Bhadaniya
9904355753
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.