યુજીવીસીએલની ઘોર બેદરકારી, હિંમતનગરના જૂના બજારમાં જીવંત વીજ કેબલ રોડ પર પડ્યો - At This Time

યુજીવીસીએલની ઘોર બેદરકારી, હિંમતનગરના જૂના બજારમાં જીવંત વીજ કેબલ રોડ પર પડ્યો


રિપોર્ટર સદ્દામ મનસુરી
હિંમતનગર શહેરના ભીડ વાળો વિસ્તાર જૂના બજાર બુધવારે બપોરે ગરમી ને કારણે યુજીવીસીએલ દ્વારા ગૂંથવામાં આવેલ જાળામાથી એક  વીજવાયર સળગતા ફટાકડાની  ફૂટે એવા અવાજની  સાથે સળગીને નીચો પડ્યો હતો. સદનસીબે ગરમીને કારણે બજારમાં અવરજવર ઓછી હોવાથી મોટો અકસ્માત થતા બચી ગયો હતો પરંતુ યુજીવીસીએલની બેદરકારીથી હજુ પણ વીજવાયરો ઝૂલી રહ્યા છે. ઘટનાને પગલે શહેરીજનોને બજારમાં નીકળવું પણ જીવનું જોખમ બની ગયું હોય તેવું વરતાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.