રાજકોટ: વાવડીમાં ડિમોલીશન: રૂ.7 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ - At This Time

રાજકોટ: વાવડીમાં ડિમોલીશન: રૂ.7 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ


રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો ઉપર તંત્ર ધોસ બોલાવી રહ્યું છે. જેમાં આજે વાવડી ગામે ખડકાયેલા દબાણનું ડીમોલેશન કરી તાલુકા મામલતદાર દ્વારા રૂ. 7 કરોડની જમીન ખુલ્લી કરાવી છે.
રાજકોટ તાલુકાના વાવડી ગામના સર્વે નં. 15 ના પ્લોટ નં. 16 પૈકીની યુ.એલ.સી. ફાજલ સરકારી જમીન જે અંદાજે 700 વાર જેટલી હતી. આ જમીન ઉપર કોમર્શિયલ દબાણો ખડકાયેલા હતા. આ મામલે તાલુકા મામલતદાર કે.કે. કરમટાએ અગાઉ દબાણકારોને નોટિસો ફટકારી હતી.
બાદમાં આજે પોલીસ તંત્રને સાથે રાખી મામલતદારની ટીમે દબાણ ઉપર ડીમોલેશન હાથ ધર્યું હતું. અંદાજે 7 કરોડની બજાર કિંમતની આ જમીન ઉપરના દબાણો ક્લિયર કરાવીને તંત્રએ ફરી જમીનને સરકાર હસ્તક લીધી છે.
આ કામગીરીમાં મામલતદાર કે. કે. કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, નાયબ મામલતદાર મનીષ વિધવાની,સતિષભાઈ સહિતના રોકાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.