અંધશ્રધ્ધાનો કહેરઃ દીકરો જન્મ્યો હોવાથી બાધા પૂરી કરવા પિતાએ મંદિરમાં યુવકનો નરબલિ ચઢાવ્યો - At This Time

અંધશ્રધ્ધાનો કહેરઃ દીકરો જન્મ્યો હોવાથી બાધા પૂરી કરવા પિતાએ મંદિરમાં યુવકનો નરબલિ ચઢાવ્યો


નવી દિલ્હી,તા.16 જુલાઈ 2022,શનિવારત્રણ પુત્રીઓ બાદ ચોથા સંતાન તરીકે પુત્રનો જન્મ થયા બાદ બાધા પૂરી કરવા માટે પિતાએ એક યુવકનો મંદિરમાં નરબલિ ચઢાવી દીધો હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે.મધ્યપ્રદેશના રીવા જિલ્લાના એક ગામમાં અંધશ્રધ્ધાની ચરમસીમાનો પૂરાવો આપતો આ કિસ્સો બન્યો છે. ગામમાં આવેલા ફૂલમતી માતાના પ્રાચીન મંદિરના ઉંબરા પર 6 જુલાઈએ એક યુવકની લાશ મળી હતી. તેની ગરદન પર પાછળથી કુહાડીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ યુવકનુ નામ દિવ્યાંશ કોલ હોવાનુ સામે આવ્યુ હતુ.પોલીસ તપાસ દરમિયાન શંકાના આધારે ગામના જ એક વ્યક્તિ રામલાલ પ્રજાપતિને પોલીસે અટકમાં લીધો હતો. પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે, મને ત્રણ દીકરીઓ છે અને દીકરાનો જન્મ થાય તે માટે મેં માનતા હતી કે, જો પુત્ર જન્મશે તો માતાના મંદિરમાં યુવકનો બલિ ચઢાવીશ.એ પછી પુત્રનો જન્મ થયો ત્યારે રામલાલે બાધા પૂરી કરવાનુ નક્કી કર્યુ હતુ. રામલાલને બકરીઓ ચરાવતો દિવ્યાંશ મળી ગયો હતો. યુવકને રામલાલ ફોસવાલીને દેવી મંદિર લઈ આવ્યો હતો.આ મંદિર સૂનસાન જગ્યા પર છે. મોકો જોઈને રામલાલે કુહાડી વડે યુવકનુ ગળુ કાપી નાંખ્યુ હતુ અને બાદમાં ફરાર થઈ ગયો હતો.પોલીસનુ કહેવુ છે કે, પૂછપરછમાં જે પણ કબૂલાત આરોપીએ કરી છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.