રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈ કામદારો “મેડિકલ કેમ્પ” નું આયોજન.
રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજ તા.૨૫-૯-૨૦૨૪ના રોજ વોર્ડ વાઇઝ સફાઈ કામદારો માટે "મેડિકલ કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ વાઈઝ મેડીકલ કેમ્પ અંતર્ગત વોર્ડનં.૧૫માં અમુલ સર્કલ પાસે, મોહનભાઈ સરવૈયા હોલ સામે, ૮૦ ફૂટ રોડ ખાતેના મેડીકલ કેમ્પમાં મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડનં.૧૫ની સંગઠન ટીમ, નાયબ પર્યાવરણ ઈજનેર વી.આર.ચાવડા, નાયબ આરોગ્ય અધિકારી મહીપાલસિંહ જાડેજા, સેનીટરી ઇન્સ્પેકટર સંજયભાઈ દવે વગેરે ઉપસ્થિત રહી આરોગ્યલક્ષી મેડીકલ કેમ્પની કામગીરી નિહાળી હતી અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પોતાના કર્મચારી માટે કરવામાં આવેલ આ મેડીકલ કેમ્પ અંગે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવવાનું કે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજથી શરૂ કરવામાં આવેલ આ મેડીકલ કેમ્પ આગામી બે દિવસ એટલે કે, તા.૨૬-૯-૨૦૨૪ અને તા.૨૭-૯-૨૦૨૪ના રોજ પણ શરૂ રહેશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.