MPના મહુમાં ફાર્મહાઉસની છત પડી, 5નાં મોત:એક મજૂર અંદર ફસાયાની આશંકા; 3 જેસીબી અને પોકલેનની મદદથી બચાવ કાર્ય ચાલુ
ઈન્દોર નજીક મહુના ચોરલ ગામમાં ગુરુવારે મોડી રાત્રે નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડી હતી. છ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. શુક્રવારે સવારે જ્યારે ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અકસ્માતની જાણ થઈ હતી. તેમણે સિમરોલ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે હાજર એસપી હીતિકા વસલે જણાવ્યું કે ત્રણ જેસીબી અને પોકલેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે. મજૂરો ઈન્દોરના રહેવાસી
અહીં કામ કરતા તમામ મજૂરો ઈન્દોરના રહેવાસી હતા. ગુરુવારે કામ પતાવીને તેઓ રાત્રે જમ્યા હતા અને નિર્માણાધીન બિલ્ડીંગમાં સૂઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, છત લોખંડના એન્ગલ પર નાખવામાં આવી હતી, જે તેનું વજન સહન કરી શકી નહીં. ગુરુવારે જ સ્લેબ નાખવામાં આવ્યો હતો
ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે કહ્યું- ગુરૂવારે જ ચોરાલમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ નાખવામાં આવ્યો હતો. રાત્રે કામદારો તેની નીચે સૂતા હતા. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.