ફરીદા જલાલે રાજેશ ખન્ના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો:દિગ્ગજ એક્ટ્રેસે કહ્યું, 'આરાધના'ના શૂટિંગ દરમિયાન તેઓ ખૂબ જ ઘમંડી હતાં, મારો એમની સાથે ઘણીવાર ઝઘડો થતો હતો' - At This Time

ફરીદા જલાલે રાજેશ ખન્ના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો:દિગ્ગજ એક્ટ્રેસે કહ્યું, ‘આરાધના’ના શૂટિંગ દરમિયાન તેઓ ખૂબ જ ઘમંડી હતાં, મારો એમની સાથે ઘણીવાર ઝઘડો થતો હતો’


દિગ્ગજ એક્ટ્રેસ ફરીદા જલાલ અને દિવંગત એક્ટર રાજેશ ખન્નાએ લગભગ એક જ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો હતો. બંને એક જ ટેલેન્ટ શોના ફાઇનલિસ્ટ હતા. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફરીદાએ 1969ની બ્લોકબસ્ટર ફિલ્મ 'આરાધના'માં રાજેશ સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર લીડ રોલમાં હતા. પરંતુ ફરીદા જલાલે આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી જ રાજેશ ખન્નાને 'સુપરસ્ટાર'નો ખિતાબ મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થયાના લગભગ 55 વર્ષ બાદ ફરીદાએ ખુલાસો કર્યો છે કે, તે દિવસોમાં રાજેશ ખન્ના ખૂબ જ ઘમંડી હતા. જેના કારણે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થતા હતા. મીડિયા સાથેની વાતમાં ફરીદાએ જણાવ્યું હતું કે, આરાધના પછી તે 'ધ રાજેશ ખન્ના' બની ગઈ હતી. શૂટિંગ દરમિયાન મેં તેમના પર એટલું ધ્યાન નહોતું આપ્યું, તેથી તેઓ મારા પર ગુસ્સે થઈ ગયા હતા. હું મારી જ દુનિયામાં જીવતી હતી. પરંતુ હકીકતમાં તેઓ ખૂબ જ સારા એક્ટર હતા.' રિહર્સલ માટે ના પાડી દેતા હતા
ફરીદા કહે છે કે, 'જ્યારે પણ હું તેમને રિહર્સલ કરવાનું કહેતી ત્યારે કહેતા 'આટલું રિહર્સલ'? તે સમયે હું તદ્દન નવી જ હતી.હું તેમને કહેતી હતી કે તમે આવું કેવી રીતે બોલી શકો? જો મને 10 રિહર્સલની જરૂર હોય તો પણ હું કરીશ. આ બાબતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે શર્મિલા ટાગોરે વચ્ચે આવીને મારો બચાવ કર્યો હતો.' ફરીદા જલાલે રાજેશ ખન્નાના સ્ટારડમ પર વાત કરી
ફરીદા જલાલે રાજેશ ખન્નાના સ્ટારડમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, 'હું જોતી હતી કે લોકો તેમના માટે કેટલા પાગલ છે. છોકરીઓ તેમના ચરણસ્પર્શ કરતી હતી. તેઓ બધાના હાથ અને ચહેરા પર ઓટોગ્રાફ આપી રહ્યા છે. મને આ બધું જોવું ગમ્યું નહીં. તેઓ મારી સામે અહંકારથી જોઈને ક્હેતા 'જોયું?' મેં તેમના જેવું સ્ટારડમ ક્યારેય જોયું નથી. ફરીદા જલાલ હાલમાં જ સંજય લીલા ભણસાલીની સિરીયલ 'હીરામંડી'માં જોવા મળ્યા હતા. તેમણે આ સિરીઝમાં કુદસિયા બેગમનું પાત્ર ભજવ્યું છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.