નકલી પોસપોર્ટ અધારે ઓસ્ટેલિયાથી આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટથી પકડાઇ
અમદાવાદ,બુધવારઅમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટેલિયાથી આવેલી મહિલાને ઇમીગ્રેશન ઓફિસરે પકડી પાડી હતી. શંકા આધારે અધિકારીએ પુરાવા માગ્યા હતા, જેથી મહિલાએ આધારકાર્ડ રજૂ કરતા પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મુંબઇની મહિલાના પાસપોર્ટ ઉપર પોતાના ફોટો લગાડયો હતો છ વર્ષ પહેલા ઓસ્ટેલિયા જઇને પરત આવતી હતીઆ કેસની વિગત એવી છે કે મોટેરા વિસ્તારમાં દેવપ્રયાસ સોસાયટીમાં રહેતા અને અમદાવાદ એસવીપીઆઇ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન વિભાગમાં ફરજ બજાવતા યાકીસ્વરૃપ શ્રીરામસ્વરૃપ કટારીયા (ઉ.વ.૩૮)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહેસાણા જિલ્લાના જોટાણા ગામના ભારતીબહેન જયેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૧.૩૦ વાગે સિંગાપોર એરલાઇન્સ ફ્લાઇટમાં મહિલા ઓસ્ટેલિયાથી આવી રહી હતી. ચેકિંગ વખતે શંકા જતાં અધિકારીએ તેમની પાસે આધાર પુરાવા માગ્યા હતા જેથી ખબર પડી કે મહિલા પાસે જે પાસપોર્ટ હતો તેમાં મુંબઇ બ્રાન્દા રોડ ઉપર ચિંબાઇ રોડ ઉપર ગંગબાઇ બિલ્ડીગમાં રહેતા રૃહી મુસફર રાજપરના નામે પાસપોર્ટ હતો અને આ પોસપોર્ટમાં પકડાયેલી મહિલાનો ફોટો લગાડેલો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.